Sihor
સિહોરના ટોડા ગામની સીમમાં દેશીદારૂની ભઠ્ઠી પર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા
પવાર
- દેશીદારૂ, વોશ, ટીપણા, કેરબા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો, પાંચ શખ્સ સામે સોનગઢ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે
સિહોર તાલુકા ટોડા ગામની સીમ વિસ્તારમાં રવિવારે રાત્રીના સમયે દેશીદારૂની ભઠ્ઠી પર પોલીસની રેઈડ કરી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમીના આધારે રેઈડ કરતા ૩ શખ્સને ઝડપી પાડયા હતાં. પોલીસે દેશીદારૂ, વોશ, ટીપણા, કેરબા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પાંચ શખ્સ સામે સોનગઢ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, સિહોર તાલુકાના ટોડા ગામની – સીમ વિસ્તારમાં રવિવારે રાત્રીના ૯ કલાકના સમય આસપાસ સ્ટેટ મોનીટરીંગ સેલ, ગાંધીનગરની ટીમે ચોક્કસ બાતમીના આધારે રેઈડ કરી હતી. પોલીસે આરોપી રાહુલ વિનુભાઈ જાદવ, નારણ મોહનભાઈ વાઘેલા, વિજયસિંહ વિરેન્દ્રકુમાર રાજપૂત વગેરે શખ્સોને ઝડપી લીધા હતાં.
આ શખ્સોના કબજામાંથી દેશીદારૂ, વોશ, ખાલી ટીપણા નંગ ૨૬, લોખંડના પીપડા નંગ ૩, કેરબા નંગ ૧૯, ટાંકો-૧, મોટર સાયકલ-૧, ૩ મોબાઈલ વગેરે મુદ્દામાલ ઝડપી લીધો હતો. પોલીસની રેઈડ દરમિયાન ક્રિપાલસિંહ બોઘુભા ગોહિલ અને યશપાલસિંહ બોઘુભા ગોહિલ હાજર મળી આવ્યા ના હતાં. પોલીસે મુદ્દામાલ કબજે લઈ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી અને સોનગઢ પોલીસને હવાલે કર્યા હતાં. આ બાબતે સ્ટેટ મોનીટરીંગ સેલના કર્મચારી તિરૂણસિંહ જીતુભા સરવૈયાએ પાંચ શખ્સ સામે સોનગઢ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરાર બંને આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતીમાન કર્યા હતાં. દારૂનુ દુષણ વધી રહ્યુ છે ત્યારે પોલીસે હજુ કડક પગલા લેવા જરૂરી છે.