Sihor
સિહોર પોલીસ દ્વારા મહિલા સુરક્ષા અંગે ટાણા અને મઢડા સ્કૂલ ખાતે માર્ગદર્શન સેમીનાર યોજાયો
પવાર
- આવારા તત્વો પરેશાન કરે તો મહિલાઓ બહેનો નિર્ભય રીતે આગળ આવે ; પીઆઈ ભરવાડ
સિહોર પોલીસ દ્વારા સ્કૂલો, કોલેજો, જાહેર સ્થળોએ જાતીય સંતામણી અંગેના સેમિનારો યોજવામાં આવી રહ્યા છે. જે અનુસંધાને સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક હાઇસ્કૂલ મઢડા ખાતે પો.ઇન્સ.એચ.જી.ભરવાડ તથા શી.ટીમના માણસો સાથે રાખી સેમિનાર યોજવામા આવ્યો હતો જેમા સ્કુલ કોલેજની વિદ્યાર્થિનીઓ તેમજ કામકાજ સબબ જતી આવતી વર્કિંગ વુમનને કોઇ આવારા તત્વો હેરાન પરેશાન કરે નહિ અને એવી કોઇ નાની મોટી સમસ્યા હોય તેમજ સ્કુલની આસપાસ રોમીયોગીરી કરતા કોઇ આવારા અસમાજીક તત્વોની હેરાનગતી હોયતો કોઇપણ જાતની મુંઝવણ અનુભવ્યા વિના પોલીસ સ્ટેશન કે મહીલા હેલ્પલાઇન તેમજ શી ટીમને જાણ કરવી જે અનુસંધાને અસરકારક પગલા લેવામા આવશે
તેમજ પોતાની સમસ્યા બાબતે બદનામીની મુંઝવણ અનુભવવી નહી ફરીયાદ કરનારનુ નામ ગુપ્ત રાખવામા આવશે તેમજ તાજેતરમા જીલ્લામા બનેલ છેડતીના બનાવ અનુસંધાને કોઇ મહીલાએ અસુરક્ષીત અનુભવવુ નહી તેમજ શાળા કોલેજની વિધાર્થિનીઓને તેઓને થતી હેરાનગતિ પરેશાની પજવણી બાબતે તેઓના વાલીવારસ તેમજ શાળા કોલેજના શિક્ષકોને નિસંકોચ વાત કરવા તેમજ મહીલા અત્યાચારના અને છેડતીના બનાવો બનતા અટકે તે હેતુથી યોગ્ય માર્ગદર્શન આપવા મા આવ્યુ તેમજ અસમાજીક તત્વોને નસીયત કરવા માટે તેમજ મહિલાઓમા જાગૃતિ આવે અને નિસંકોચ અને નિર્ભય રીતે ફરીયાદ/રજુઆત કરી શકે તે માટે શિહોર પોલીસ સ્ટેશન દ્વારા મહીલા જાગૃતી અને સુરક્ષા માર્ગદર્શન સેમિનાર યોજવામા આવ્યો હતો