Surat
મુંબઈમાં સુરત પોલીસનું ખાસ ઓપરેશનઃ ૩૬ ગુન્હાના સૌરાષ્ટ્રના કુખ્યાત અપરાધી ભૂપત આહીર ઝબ્બે

પવાર
અંતે ક્રાઇમ બ્રાન્ચ ૪ દિવસ સુધી મજૂર વેશે, ભૂખ્યા તરસ્યા રહી જે સિધ્ધિ મેળવી તેનાથી પોલીસ કમિશનર અજય તોમર ખુશીથી ઝૂમી ઉઠ્યા :શરદ સિંઘલ, રૂપલ સોલંકી, ભાવેશ રોજીયા ટીમ દ્વારા આખું ઓપરેશન અદભુત રીતે પાર પાડવાની રણનીતિ સીપી સાથે બેસી તૈયાર કરી હતી
મૂળ સૌરાષ્ટ્રનાં ભાવનગર પંથકના ઉમરાળાના વતની અને ૩૫થી વધુ ગુન્હાઓ જેના નામે બોલે છે અને પોલીસ પર ફાયરિંગ કરવા માટે કુખ્યાત ભૂપત આહીરને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક વિશેષ ઓપરેશન હાથ ધરી મુંબઈથી આખરે ઝડપી લેવામાં આવતા પોલીસ કમિશનર અજયકુમાર તોમર મહત્વનું ઓપરેશન પાર પાડતાં ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા.
ફકત ૧૨ વર્ષની ઉંમરથી જ સૌરાષ્ટ્રના સિહોર પંથકમાં પાનના ગલ્લો તોડી ગુન્હાઓ આરંભ કરનાર આ અપરાધી સામે એક ખાસ ટીપ આધારે ગયા વર્ષે વરાછા વિસ્તારમાં હીરા વ્યવસાય સાથે સંકળાયેલ શખ્સની હત્યા બાદ આપી મામલો સુરત સીપી અજય કુમાર તોમર, એડી.સીપી શરદ સિંઘલ, ડીસીપી રૂપલ સોલકી અને એસીપી ભાવેશ રોજિયા ટીમ દ્વારા પ્રતિષ્ઠાનો બનાવવાના આવેલ. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિવિધ રાજ્યોમાં તેનું નામ ખુલ્યા બાદ પગેરું મેળવવા ઉકત અધિકારીઓની રણનીતિ મુજબ પીઆઇથી માંડી આખો સ્ટાફ ખૂબ જહેમત કરી હતી. ખૂબ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે થયેલ પૂછપરછ દરમિયાન અનેક અપરાધો પરથી પડદો ઉઠ્યો છે.