Sihor
સિહોર પોલીસે ઘાંઘળી રોડ પર ફિલ્મી ઢબે પીછો કરી ઈંગ્લીશ દારૂ ભરેલી કાર ઝડપી ; બે બુટલેગરો ફરાર
પવાર
સિહોર પોલીસે ચોક્કસ બાતમી આધારે ઘાંઘળી તરફથી આવી રહેલી ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલી કાર ઝડપી લીધી હતી જયારે કારમાં સવાર બંને બુટલેગરો અંધારાનો લાભ ઉઠાવી ફરાર થઈ ગયા હતા. સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ગતરોજ રાત્રીના સમયે સિહોર પોલીસ ના જવાનો હાઈવે પર પેટ્રોલીંગમા હોય એ દરમ્યાન વલભીપુર પોલીસે સિહોર પોલીસને જાણ કરી હતી કે વલભીપુર થી ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલી સ્વિફ્ટ કાર નં-જી-જે-33-એફ-1886 ને વલભીપુર પોલીસે અટકાવવા પ્રયત્ન કરતા કારના ચાલકે વાહન પુર ઝડપે ઘાંઘળી ગામ તરફ ચલાવી મૂકેલ હોવાની માહિતી આપતા એલર્ટ સિહોર પોલીસે ઘાંઘળી રોડ પર બજરંગ હોટલ પાસે કારને અટકાવવા ઈશારો કરતાં કાર ચાલકે કારને યુ-ટર્ન મા લઈ નાસી છુટવાની કોશિષ કરી હતી.
જેથી સિહોર પોલીસે આ કારનો પીછો કરી અરિહંત એલોય સામે કારને આંતરી હતી, દરમ્યાન કારમાં સવાર બંને અજાણ્યા શખ્સો કારને નાળા પાસે ઉભી રાખી અંધારામાં ફરાર થઈ ગયા હતા, આથી સિહોર પોલીસે કાર માથી પરપ્રાંતિય બનાવટની ઈંગ્લીશ દારૂની 311 બોટલ તથા કાર મળી કુલ રૂ.7,24,400 નો મુદ્દામાલ કબ્જે કરી અજાણ્યા બુટલેગરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.