Sihor
સિહોર કોળીસેના અને મુકેશભાઈ સીતારામ આયોજિત 14મો સમૂહલગ્ન સમારોહ યોજાશે

પવાર
- શહેર કોળીસેનાના મુકેશભાઈ સીતારામ ની ટીમ દ્વારા સમસ્ત હિન્દુ સમાજ જ્ઞાતિનો 14માં સમૂહ લગ્નોત્સવમાં 35થી વધુ યુગલો લગ્નગ્રંથિ એ જોડાશે, આજે દીકરીઓને પાનેતર વિતરણ કરાયું
સિહોર શહેર કોળી સેના અને મુકેશભાઈ સીતારામ આયોજીત સમસ્ત હિન્દુ સમાજના દરેક જ્ઞાતિનો 14મો લગ્નોત્સવમાં 35યુગલો લગ્નગ્રંથીએ જોડાશે ત્યારે આજે રામ ટેકરી આશ્રમ ખાતે સાધુ સંતો સાધ્વીઓ, રામજી દાદા (સીતારામ)ની ખાસ ઉપસ્થિતમાં તેમજ સમાજના અગ્રણી ઉમેશભાઈ મકવાણા,તેમજ સમાજના વિવિધ સેનાના પ્રમુખો દાતાશ્રીઓની હાજરીમાં દિકરીઓનું પાનેતર વિતરણ કરાયું હતું,
તા.૧૮/૧/૨૩ ને બુધવારે લગ્ન સ્થળ રામ ટેકરી આશ્રમ ટાણા રોડ ફાયરિંગ બટ પાસે ભવ્ય લગ્નોત્સવમાં ૩૫ યુગલો લગ્નગ્રંથિથી જોડાશે સાધુ ,સંતો, સાધ્વીઓ, સમાજના વડીલ રામજીદાદા,દાતાશ્રીઓ, સમાજ ના આગેવાનો .મહાનુભાવો, સમાજ શ્રેષ્ઠીઓ વડીલો, કાર્યકરતાઓના વરદ હસ્તે આજે પાનેતર વિતરણ કરાયું હતું સમુહલગ્ન સમારોહમાં સિહોરથી લઈ સુરત સુધીના આગેવાનો સમૂહલગ્ન સમારોહમાં જોડાશે