Connect with us

Sihor

સિહોર ફ્રૂટ માર્કેટ છલકાવા લાગી દ્રાક્ષ-તરબૂચની સિઝન શરૂ : આવતા મહિને હાફુસ કેરી દેખાશે

Published

on

Sihore fruit market flooded Grape-watermelon season begins: Hafus mangoes will appear next month

દેવરાજ

  • અઠવાડિયામાં સંતરા આવવા લાગશે : બોર-જામફળ વગેરેની પણ ચિકકાર આવક

ફ્રુટ માર્કેટ ફળોની આવકથી છલકાવા લાગ્યું છે. છેલ્લા 10 દિવસથી દ્રાક્ષની આવક ચાલુ થઈ ગઈ છે. હોલસેલમાં દ્રાક્ષ રૂા.40થી 60માં વહેચાણ થઈ રહ્યું છે. આગામી સમયમાં ઉનાળાની સીઝન શરૂ થશે આથી જેમ જેમ ગરમી વધુ પડશે તેમ સારી કવોલીટીનો માલ આવવા લાગશે. હાલ દ્રાક્ષ મહારાષ્ટ્રના સાંગલી અને નાસીકથી આવી રહી છે. રોજ સિહોરમાં દ્રાક્ષના અસંખ્ય ગાડીઓ આવી રહી છે. પરંતુ જેમ સિઝન વધશે તેમ વધુ માલની આવક થશે. તેમજ આગામી 10 દિવસમાં સંતરાની આવક પણ ચાલુ થઈ જશે. જે મહારાષ્ટ્રથી આવશે. ગરમીમાં સૌથી વધુ તરબુચ ખવાતા હોય છે.

Sihore fruit market flooded Grape-watermelon season begins: Hafus mangoes will appear next month

હવે તો તરબૂચની આવક બારમાસી જેવી થઈ ગયેલ છે. પરંતુ ઉનાળામાં સારી કવોલીટીનો માલ આવે છે. હાલ તરબૂચનો ભાવ રૂા.9થી 10 બોલાય રહ્યો છે. આ ઉપરાંત બોર જામફળ, સફરજનની ચીકકાર આવક થઈ રહી છે. સફરજન અત્યારે સ્ટોજ વાળા આવી રહ્યા છે. ઉનાળામાં લોકોનું સૌથી પ્રીય ફળ જે ફળોનો રાજા કહેવાય છે. તેવી કેરીનું આગમન આવતા મહિનાથી થઈ જશે. કેરીની સાચી સીઝન એપ્રિલથી શરૂ થાય છે. પરંતુ આ વખતે સારા ઉત્પાદનની આશા છે. આથી કેરીની આવક વહેલી થવાની શકયતા છે. આવતા મહિનેથી હાફૂસ, રત્નાગીરી કેરી દેખાય શકે છે. ધીમે ધીમે આવક શરૂ થશે ત્યારબાદ સીઝન ચાલુ થશે. ત્યારે આવકમાં વધારો થાય તેવી શકયતા છે. વેપારીઓનું કહેવું છે કે સીઝન ચાલુ થાય ત્યારે સાચી ખબર પડે.

error: Content is protected !!