Sihor
સિહોર ફાયર અધિકારી રાજ્યગુરુએ પોતાના જન્મ દિવસે સાથી કર્મચારીઓને ફાયર ટ્રેનિંગ આપી
પવાર
મારી ફરજ મારૂ કર્તવ્ય
સિહોર નગરપાલિકાના ફાયર અધિકારી રાજ્યગુરુએ પોતાના જન્મ દિવસની અનોખી ઉજવણી કરી હતી નગરપાલિકાના ચીફ ઓફીસર મારકણાની ઉપસ્થિતિમાં તમામ કર્મચારીઓને ફાયર વિભાગ અધિકારી દ્વારા ફાયર સેફ્ટી અંગેની ટ્રેનિંગ આપવામાં આવી હતી. નગરપાલિકા ફાયર વિભાગના અધિકારી કોશિક રાજ્યગુરુના જન્મ દિવસે પોતે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી
તેઓના સુંદર ભાવાર્થ સાથે જણાવતા પાલિકાના ચીફ ઓફિસર મારકણા સહિત તમામ સ્ટાફ ને ફાયર વિષે માહિતી આપી અને પહેલા આપને તેમજ આપનો પરિવારમાં મકાન માં શોર્ટ સર્કિટ કે ગેસ લીકેજ અથવા કોઈ કારણ આગ જેવી દુર્ઘટના સર્જાય તો શું કરવું? પરિવાર સુરક્ષિત કેવી રીતે રાખી શકાય તે અંગે સિહોર નગરપાલિકાના કોન્ફોરેન્સ હોલ ખાતે ચીફ ઓફીસર મારકણા તેમજ એન્જિનિયર નીતિનભાઈ પંડ્યા ની ઉપસ્થિતિ માં ફાયર સેફ્ટી અંતર્ગત પાલિકાના તમામ સ્ટાફ ને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ
ફાયર વિભાગ ના અધિકારી કોશિશ રાજ્યગુરુએ ડેમો કરાવી માહિતી સાથે ફાયર સેફ્ટી ટ્રેનિંગ યોજવામાં આવી જેમાં નાના બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા પાલિકાના કર્મચારીઓએ પણ પોતે પોતાની રીતે આગ લાગી હોય તો શું કરવું જેઓએ અનુભવ માહિતી સાથે ડેમો માં કર્મચારી બહેનો તેમજ ભાઈઓએ કરી હતી ફાયર નું વાહન મીની ફાયર ટેન્ડર, લાઇવ ડેમો વગેરે જોઇ ખૂબ ખુશ થયા હતા
ભવિષ્યમાં કોઈ પણ આગ ની ઘટના બને તો તેનો પહોંચી વળવા શું કરવું તે સિહોર નગરપાલિકા ફાયર ઓફિસર કૌશિક રાજ્યગુરુ તથા દ્વારા સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી
આ રીતે પાલિકાના ફાયર અધિકારી રાજ્યગુરુ એ પોતાના પાલિકા કચેરી ના સંકુલમાં પરિવાર સાથે ફાયરસેફ્ટી ને પરિવાર માં કોઈ દુર્ઘટના ટાળી શકાય અને મારો સ્ટાફ તેજ મારો પરિવાર ને લઈ જન્મદિન ઉજવણી કરી તે સૌ ઉપસ્થિત કર્મીઓએ બિરદાવી હતી