Connect with us

Sihor

સિહોર – ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ : મંદિરોમાં ઠેર-ઠેર ભાવિકોની ભીડ

Published

on

Sihore - Beginning of Chaitri Navratri: Devotees flock everywhere in temples

દેવરાજ
શકિત ઉપાસનાનું મહાપર્વ ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે. ‘યા દેવી સર્વભૂતેષુ સ્મૃતિરૂપા સંસ્થિતા’ બુધ્ધિ, શકિત, સ્મરણશકિત પણ દેવીનું સ્વરૂપ છે. આજથી ત્રણ દિવસ દેવી દુર્ગા, પછીના ત્રણ દિવસ લક્ષ્મી તથા છેલ્લા ત્રણ દિવસ મા સરસ્વતીને સમર્પિત છે. દેવી દુર્ગા હિંમત અને શકિતની દેવી (ઉર્જા) શકિત તરીકે ઓળખાય છે. લક્ષ્મી ધન અને સમૃધ્ધિની દેવી છે તથા મા સરસ્વતી જ્ઞાનની દેવી છે. આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતા શકિત ઉપાસકો મા દેવીની આરાધના કરશે. ચૈત્રી નવરાત્રીમાં સાધકો મૌન રાખીને નવ દિવસની આરાધના કરે છે.

Sihore - Beginning of Chaitri Navratri: Devotees flock everywhere in temples

માતાજીના મદિરોમાં ભાવિકોની ભીડ નવ દિવસ જોવા મળશે. ભાવિકો માતાની પૂજા, દર્શન કરીને ધન્યતા અનુભવશે. ચોટીલા, આશાપુરા માતાજીનો મઢ, અંબાજી, પાવાગઢ સહિતના દેવી સ્થાનકોમાં મોટી સંખ્યામાં ભાવિકો નવરાત્રી દરમ્યાન દર્શનાર્થે જશે. સિહોરમાં આવેલ મંદિરોમાં ભકતોની ભીડ આજથી જોવા મળી રહી છે. આજથી માતાજીને નવ દિવસ વિવિધ શ્રૃંગાર કરાશે

error: Content is protected !!