Connect with us

Sihor

સિહોર ; શ્રી ગઢવાળા મેલડી માતાજીનો અલૌકીક હવન તેમજ ડાક ડમરુ કાર્યક્રમ યોજાયો

Published

on

Sihor; Sri Garhwala Meldi Mataji's Supernatural Havan and Dak Damru program was held

પવાર

સિહોરના મુખ્ય પ્રવેશદ્વાર સરકારી હોસ્પિટલ પાસે આવેલ રક્ષણ કરનારી હાજરા હજૂર દીન દુઃખિયાના દૂર કરનારી શ્રી ગઢવાળા મેલડી માતાજી નો અલૌકિક મહાયજ્ઞમાં માતાજીના ઉપાસક વિનુભાઈ લીડિયાની ઉપસ્થિતિ તેમજ આયોજક અમિત મકવાણા, મુન્નાભાઈ આલ, ભગવાનભાઈ પરમારના સંકલન સાથે ગઢવાળી મેલડી માતાજીમાં યજ્ઞ માં 19 નવદંપતી ઓએ હવનનો લાભ લીધો હતો હવન લાભ લેનાર તમામ નવ દંપતીઓને આરતી પ્રોવિજન સ્ટોર તરફથી ચુંદડી સાડી પહેરામણી કરવામાં આવી હતી. તેમજ યજ્ઞની પૂજા અર્ચન વિધિ વિદ્વાન કર્મકાંડી, આચાર્ય પદે હિમાંશુ જોષી દ્વારા પૂજા, અર્ચના, તેમજ શ્રીફળ હોમ કરવામાં આવેલ આ સાથે મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રાત્રીના ડાક ડમરુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં નીંગાળા વાળા રાવળદેવ શ્રી નાગજીભાઈ રાવળ તેમજ તેમની ટીમ દ્વારા માતાજી ના ગુણગાન તેમજ શ્રીગઢવાળા મેલડી માતાનો ઈતિહાસ , વાર્તા, શ્રીમાતાજી ના તાવા અને પરચા પૂર્યા હોય તેના હાજરા હજૂર મેલડી માતા ના ગુણગાન ગાયા હતા.

Sihor; Sri Garhwala Meldi Mataji's Supernatural Havan and Dak Damru program was held

સિહોરના મુખ્ય પ્રવેશદ્વાર મેઇન રોડ ઉપર મોટી સંખ્યામાં આ ધાર્મિક કાર્યક્રમમાં શ્રોતાજનો, ભાવિ ભકતજનો, માતાજીના પંચ ભુવાશ્રીઓ, ઉપસ્થિત રહ્યા હતા સિહોર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો આ કાર્યક્રમ ને સફળ બનાવવા શ્રી ગઢવાળા મેલડી માતાજી ના ભક્ત મંડળ અને આ વિસ્તાર ના આમત્રિતો, વેપારીઓ,સ્થાનિક રહેવાસીઓ,આગેવાનો, મહાનુભાવો, દાતાશ્રીઓ સ્નેહીજનો,સહિતનાઓ દ્વારા સફળ બનાવ્યો હતો

error: Content is protected !!