Sihor
સિહોર ; રમઝાન માસ અંતિમ તબકકામાં: બુધવારે હરણી રોઝું
દેવરાજ બુધેલીયા
આજે શબેકદ્રની મોટીરાત : મસ્જિદોમાં કુરાનશરીફના પઠન સાથે મુસ્લિમ બિરાદરો રાતભર કરશે ઈબાદત
મુસ્લિમ સમાજમાં જેને ઈબાદતનો માસ ગણવામાં આવે છે. તે પવિત્ર રમઝાન માસ હવે અંતિમ તબકકામાં પહોંચી ગયો છે મુસ્લિમ સમાજ દ્વારા આજે 22મું રોઝું મનાવવામાં આવી રહ્યું છે. અહીંએ ઉલ્લેખનીય છે કે મુસ્લિમ સમાજ દ્વારા પવિત્ર રમઝાન માસમાં શબેકદ્રની પાંચ મોટી રાત મનાવવામાં આવે છે. જેમાં આજની રાતને શબેકદ્વની મોટી રાત તરીકે મનાવવામાં આવશે આજે રાતભર સિહોર શહેરની તમામ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરો કુરાર્ન શરીફનું પઠન તેમજ રાતભર ઈબાદત કરશે.આ ઉપરાંત આગામી તા.19ને બુધવારે હરણી રોઝું મનાવવામાં આવશે હરણી રોઝાનું સવિશેષ મહત્વ રહેલું હોય મુસ્લિમ સમાજની સાથે હિન્દુ સમાજના સદસ્યો હરણી રોઝુ રાખે છે.
રમઝાન માસને અનુલક્ષીને શહેરની તમામ મસ્જિદોમાં રોજા ઈફતારીના કાર્યક્રમો યોજવામાં આવેલ છે. શહેરની તમામ મસ્જિદોને રોશનીનો શણગાર કરવામાં આવેલ છે. પવિત્ર માસમાં મુસ્લિમ બિરાદરો પાંચ ટાઈમની નમાઝ અદા કરી રહ્યા છે. તેની સાથોસાથ ગરીબોને જકાત -ખેરાત કરી પુણ્યનું ભાથુ બાંધી રહ્યા છે.રોજેદારો રોજા રાખી કઠોર તપશ્ર્ચર્યા કરી રહ્યા છે. જો કે આ વખતે કમૌસમી વરસાદ અને ધૂપ-છાંવ જેવુ વાતાવરણ રહેતા રોજેદારોને રાહત થવા પામી છે.