Connect with us

Sihor

સિહોર ; આ વર્ષે પીચકારી વધુ મોંઘી: 30થી 40 ટકાનો ભાવ વધારો

Published

on

Sihor; Peaches costlier this year: 30 to 40 percent price hike

દેવરાજ

  • કલરમાં કોઈ ભાવ વધારો નહીં ; કલર-પીચકારીનાં ઓર્ડરમાં માલની અછત : હાલ હોલસેલ માર્કેટમાં ખરીદીની રોનક ; આગામી સપ્તાહથી રીટેઈલ ખરીદી નીકળવાની આશા : બજારોમાં કલર-પીચકારીઓનું વેચાણ શરૂ

હોળી-ધુળેટી તહેવાર નજીક આવતા બજારોમાં રંગબેરંગી કલર સાથે પીચકારીઓનું બજારોમાં વેચાણ શરૂ થઈ ચુકયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી-ધૂળેટી પર્વમાં રંગબેરંગી કલર સાથે પીચકારી-ગન, કાચા-પાકા રંગ સહિતની ચીજવસ્તુઓનું હોલસેલ માર્કેટ ઉચકાયું છે.

Sihor; Peaches costlier this year: 30 to 40 percent price hike

આગામી સપ્તાહમાં રીટેઈલ માર્કેટમાં ધૂમ ખરીદી નીકળે તેવી વેપારીઓમાં આશા છે. ફાગણ માસના હિન્દુ તહેવાર હોળી-ધૂળેટીનું શાસ્ત્રોકત દ્દષ્ટિએ અનેરૂ મહત્વ છે સાથે રંગોત્સવનું પણ પર્વ છે. હોલીકા દહનનાં બીજા દિવસે ધુળેટી પર્વમાં નાના-બાળકોથી યુવા વર્ગ સૌ કોઈ અરસપરસ અબીલ-ગુલાલ, કાચા-પાકા રંગ છાંટી ધૂળેટી પર્વની ઉજવણી કરે છે.

Sihor; Peaches costlier this year: 30 to 40 percent price hike

સિહોરમાં અનેક સ્થળોએ રંગબેરંગી કલર સાથે નાની મોટી પીચકારીનું વેચાણ શરૂ થઈ ચુકયું છે. આગામી સપ્તાહે ખરીદી નીકળશે તેવી વેપારીઓને આશાઓ રહેલી છે આ વર્ષે કલરના ભાવમાં કોઈ ભાવ વધારો નથી. પ્લાસ્ટીકવેર પીચકારીની અલગ અલગ રેન્જમાં 30થી 40 ટકાનો ભાવ વધારો છે. આગામી દિવસોમાં હવે શેરી-ગલીઓમાં ફેરીયાઓ રેકડીઓમાં કલર-પીચકારી વેચવા નીકળશે. હોળી-ધૂળેટી પર્વમાં આ વર્ષે રંગોત્સવ જામશે.

error: Content is protected !!