Sihor
સિહોર ; જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલનાં પટાગણમાં નંદમહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો
દેવરાજ
આજરોજ જ્ઞાનમંજરી સિહોર મોડર્ન સ્કૂલનાં પટાગણમાં નંદમહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ હતી જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલ ખાતે આજરોજ “જન્માષ્ટમી” મહોત્સવની ઉજવણી કરવામાં આવેલ. જેમાં ધોરણ – ૧થી 12 નાં વિદ્યાર્થીઓ ટ્રેડીશનલ ડ્રેસ પહેરી રાસ-ગરબે જુમ્યા.
ધોરણ 1 થી 4 નાં નાના-નાનાં વિદ્યાર્થીઓ શ્રીકૃષ્ણ અને રાધા બની આવેલ સાથે મટકી- ફોડ નો કાર્યક્રમ પણ રાખેલ હતો. આ માહોલને જોતાં જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલ જાણે ગોકુળ – મથુરા બની ગયું હતું. શ્રીકૃષ્ણ ભગવાનની આરતીની સાથે અન્ન્કુટ ધરવામાં આવેલ આ કાર્યક્રમમાં જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાનાં ટ્રસ્ટી વી.ડી.નકુમ આચાર્યગણ, શિક્ષકગણ તથા શાળાનાં તમામ કર્મચારીએ સહકાર આપ્યો હતો