Connect with us

Umrala

સિહોર ; શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે મજુરો અને બાળકોને ભોજન કરાવી મહાશિવરાત્રી પર્વ ઉજવણી

Published

on

sihor-mahashivratri-celebration-by-giving-food-to-laborers-and-children-at-shivkunj-ashram-jaliya

પવાર

ઉમરાળા તાલુકાના જાળીયા ખાતે આવેલ શિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા મજુરો અને બાળકોને ભોજન કરાવી મહાશિવરાત્રી પર્વ ઉજવણી કરવામાં આવી છે. શ્રી વિશ્વાનંદ માતાજીના સાનિધ્યમાં ગુરુવારથી શનિવાર દરમિયાન મહારુદ્રાભિષેક સાથે શિવ પૂજન વંદના મહા શિવરાત્રી પર્વ પ્રસંગે ઉમરાળા તાલુકાના જાળીયા ખાતે આવેલ શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા ત્રિદિવસીય આયોજન થયું, જેમાં મજુરો અને બાળકોને ભોજન અને શ્રી વિશ્વાનંદ માતાજીના સાનિધ્યમાં મહારુદ્રાભિષેક સાથે શિવ પૂજન વંદનામાં ભાવિકો જોડાયા છે.

sihor-mahashivratri-celebration-by-giving-food-to-laborers-and-children-at-shivkunj-ashram-jaliya

વિવિધ ધાર્મિક પર્વ ઉત્સવોને માત્ર ક્રિયાકાંડ નહિ પરંતુ સામાજિક ચેતના જગાવવાના અભિગમ સાથે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા આયોજનો થતાં રહે છે. મહાશિવરાત્રી પર્વ પ્રસંગે ત્રિદિવસીય આયોજન થયું, જેમાં મજુરો અને બાળકોને પ્રસાદ ભોજન લાભ મળ્યો છે. શ્રી વિશ્વાનંદ માતાજી અને આશ્રમ પરિવારના સંકલન સાથે ગુરુવારે ઉમરાળા તાલુકાના માંડવા, લીમડા તથા જાળિયા અને પાલિતાણા તાલુકાના અણિડા ગામમાં બટુક ભોજન કરાવવામાં આવેલ. આશ્રમમાં શ્રી અનંતભાઈ ઠાકર અને ભૂદેવો દ્વારા મહારુદ્રાભિષેક અને સોમનાથ મહાદેવની પૂજન વંદનામાં ભાવિકો જોડાયા છે.

Continue Reading
Advertisement
error: Content is protected !!