Connect with us

Sihor

સિહોર ; પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મળતી સહાયમાં વધારો કરવા જયરાજસિંહ મોરી મેદાને, મુખ્યમંત્રીને લખ્યો પત્ર 

Published

on

sihor-jayarajsinh-mori-maidan-wrote-to-the-chief-minister-to-increase-the-assistance-under-pradhan-mantri-awas-yojana

પવાર

  • હાલ મોંઘવારી માથું ફાડીને ઉભી છે, શહેરમાં માટે 3,30 લાખ સહાય અપાઈ છે અને ગ્રામ્ય માટે 1,20 લાખ સહાય અપાઈ છે, શહેર અને ગ્રામ્ય માટે ભેદભાવ શા માટે – જયરાજસિંહ

ગુજરાત કોંગ્રેસના યુવા નેતા મૂળ સિહોરના જયરાજસિંહ મોરીએ આવાસ યોજનાને લઈ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં આવાસ યોજનાની અંદર આપવામાં આવતી રકમમાં વધારો કરવા રજુઆત કરવામાં આવી છે. આવાસ યોજના માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં પણ મોંઘવારીને ધ્યાનમાં રાખીને વધારો કરવા રજુઆત કરવામાં આવી છે. આવનાર બજેટમાં તમામ આવાસ યોજનાની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના ની અંદર લાભાર્થીને હાલ 1.20 લાખ રૂપિયા સહાય મળે છે. ત્યા

sihor-jayarajsinh-mori-maidan-wrote-to-the-chief-minister-to-increase-the-assistance-under-pradhan-mantri-awas-yojana

રે મોંઘવારીના માર વચ્ચે આ રકમમાં વધારો કરવાને લઈ જયરાજસિંહએ મુખ્યમણત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. આ સાથે જ તેમણે આવનાર બજેટમાં તમામ આવાસ યોજનાની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે તેવી માગણી પણ પત્રમાં કરી છે. તેઓએ કહ્યું છે કે શહેરી વિસ્તારમાં લોકો ને રૂપિયા 3 લાખ 30 હજાર તથા ગ્રામ્ય વિસ્તારમાં 1 લાખ 20 હજાર અને નરેગા હેઠળ 20 હજાર એમ કુલ 1 લાખ 40 હજાર સહાય આપવામાં આવે છે.

sihor-jayarajsinh-mori-maidan-wrote-to-the-chief-minister-to-increase-the-assistance-under-pradhan-mantri-awas-yojana

હાલ માં મોંઘવારી ની અસર તમામ રો મટીરીયલ જેમ કે રેતી, કપચી, સિમેન્ટ, લોખંડ તમામ માં અસહ્ય ભાવ વધારો થયેલ હોય ગ્રામ્ય વિસ્તારમાં સરકારશ્રી દ્વારા આપવામાં આવતી સહાય પૂરતી નથી. આથી ગ્રામ્ય વિસ્તારના રહીશો ને પણ શહેરી વિસ્તારના રહીશો જેટલીજ રૂપિયા 3 લાખ 30 હજાર ની સહાય પુરી પાડવાની માંગ જયરાજસિંહ મોરીએ કરી છે

error: Content is protected !!