Connect with us

Sihor

સિહોર ; પુરવઠાનાં ગોડાઉનો ઉપર હવે ગમે ત્યારે જનતા રેડ ; આવેદન રજુઆત

Published

on

Sihor; Janata Red anytime now on supply godowns; Submission of application

પવાર

ગોડાઉનો ઉપરથી વેપારીઓને મળતા માલમાં સતત ઘટ્ટ છતાં- દુકાનદારને દબાવવાની પ્રક્રિયા સામે રોષ ભભુકયો: સિહોર ખાતે આવેદન અપાયું

રાજયભરમાં રેશનીંગનાં વેપારીઓને પુરવઠાનાં ગોડાઉનો ઉપરથી મળતો ઓછો માલ, માલ ઉતારવાની મંજુરીનાં વસુલાતા પૈસા અને જથ્થા કમિશન ક્રેડીટ સહિતનાં પ્રશ્નો અંગે આજરોજ સિહોર ખાતે ઓલ ગુજરાત એફ.પી.એસ. એસોસીએશન અને ગુજરાત ફેરપ્રાઈઝ શોપ્સ એન્ડ કેરોસીન હોલ્ડર, એસોસીએશન દ્વારા મામલતદાર અને પુરવઠા અધિકારીઓને આવેદન પાઠવી ઉગ્ર રજુઆતો સાથે ચીમકી ઉચ્ચારાઈ હતી કે, ઉપરોક્ત પ્રશ્ર્નોમાં ખાસ કરીને ગોડાઉનો ઉપરથી અપાતા ઓછા જથ્થાનાં મુદે ચાલુ સપ્તાહ દરમ્યાન જ ગમે ત્યારે, ગમે તે સ્થળે પુરવઠાનાં ગોડાઉનો ઉપર અને માલભરીને જતા વાહનો ઉપર જનતા રેડ કરી પોલ ખુલ્લી પડાશે.

Sihor; Janata Red anytime now on supply godowns; Submission of application

દરમ્યાન સ્થાનિક રેશનીંગ વેપારીઓનાં સંગઠનનાં આગેવાનોની આગેવાની હેઠળ સિહોરનાં રેશનીંગના વેપારીઓએ મામલતદાર અને પુરવઠા અધિકારીને આવેદન પાઠવતા જણાવેલ હતું કે, પુરવઠાના ગોડાઉનો પરથી મળતા અનાજ તથા અન્ય જણસીમાં અનાજ ચોરી અને વજનમાં ઓછો જથ્થો મળતો હોવાથી ફરિયાદો કરતા આવ્યા છે. એફપીએસ ધારકો પર ક્યારેય નિયત કર્યા મુજબનો જથ્થો વજનમાં આવતો નથી એવું વારેવારે કહેવામાં આવ્યું હોવા છતાં આં રજૂઆત ધ્યાને લેવાના બદલે એફપીએસ સંચાલકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હાલમાં જ આવેલા સમાચારો દ્વારા અને સરકાર ના ધારાસભ્ય દ્વારા પણ પુરવઠાના ગોડાઉનોમાં થી દુકાનો પર મોકલવામાં આવતી ગુણો માં વજન માં 500 ગ્રામ થી લઈને 3 ત્રણ કિલોની ચોરી કરવામાં આવતી હોવાનું સ્પષ્ટ જણાય આવેલ છે એક તો વિતરણ ઘટ માટેની એક ટકો ની વરસો જૂની માઁગણીને સ્વીકારવામાં આવતી નથી અને બીજી બાજુ ગોડાઉન ઉપરથી વજનમાં થતી ચોરી ને લીધે આવી મહિને ત્રણસો થી પાચસો કિલોની ઘટ પડે છે જે કેરી ફોરવર્ડ થઈ ને મોટા પ્રમાણમાં ફેરવાય જાય છે.

Sihor; Janata Red anytime now on supply godowns; Submission of application

અને તપાસણી સમયે હાજર જથ્થા માં મોટી ઘટ લખી માલ સગેવગેના દુકાનદારો પર ખોટા આક્ષેપ કરી ખાતાકીય કેશો કરી લાખો રૂપિયા ના દંડ કરી સરકાર ખંડણી વસૂલી રહેલ છે જે જથ્થો દુકાનો પર પહોંચતા પહેલા જ ઓછો થઈ જતો હોય તેવામાં એના માટે દુકાનદાર કેવી રીતે જવાબદાર હોઈ શકે??? પૂર્વઠાના નિગમના નિયમ મુજબ પુરવઠા નિગમમાંથી વ્યાજબી ભાવના દુકાનદારો ને શણના કોથળા સાથે જથ્થાનું વજન 50.570 કિલો હોવું જોઈએ અને પ્લાસ્ટિકના કોથળાનું જથ્થા સાથે નું વજન 50.140 કિલો હોવું જોઈએ પણ ગુજરાતના નાગરિક પુરવઠા નિગમના એક પણ ગોડાઉનમાં નિયત વજનનો સ્ટાન્ડર્ડ જથ્થો આપવામાં આવતો નથી અને ગોડાઉન પર જ 500 ગ્રામ થી 3 કિલો વજનનો જથ્થો ચોરાઈ જાય છે તો એનો જવાબદાર એફપીએસ સંચાલક કેવી રીતે હોઈ શકે ????? નાગરિક પુરવઠા નિગમ ના ગોડાઉન નિયમાનુસાર ચાલે એ માટે જવાબદાર અધિકારી અને તોલમાપ અધિકારી વિભાગના સીધા અંકુશમાં આવતા હોવા છતાં આવી ચોરી ઇરાદાપૂર્વક ચલાવવામાં આવે છે અને સબ સલામત ના બણગા ફૂંકવામાં આવે છે.

Advertisement

Sihor; Janata Red anytime now on supply godowns; Submission of application

આ ઉપરાંત ગોડાઉનથી એફપીએસ સુધી જથ્થો પહોંચાડવાની જવાબદારી સરકારની છે પુરવઠા નિગમ દ્વારા નિમાયેલ એજન્સીને આ કામગીરી ટેન્ડર શરત ના આધારે કરવામાં આવેલ કરારનામાંની શરતો મુજબ સોંપવામાં આવે છે અને આ શરતોને આધીન કામ કરવાનું હોય છે પરંતુ કમનસીબે જે જવાબદારી નિગમ ની છે તે પોતાની જવાબદારી ઈમાનદારી પૂર્વક નીભાવતું નથી દુકાન ઉપર પહોચાડવામાં આવતા જથ્થા પેટે કંઇ પણ પૈસા આપવાના થતાં નથી છતાં એજન્સીના મજૂરો સંચાલકો પાસેથી મજૂરી પેટે એક ગુણ ઉતારવાના 5 રૂપિયા થી 7 રૂપિયા જબરદસ્તીથી પડાવવામાં આવે છે જે પણ દુકાનદાર પરથી વસૂલાતી ખંડણી જ છે અને જો આ મજૂરી ના ચુકવવામાં આવે તો દુકાનમાં યોગ્ય ગોઠવણથી માલ મુકવામાં આવતો નથી. મોડી ડિલિવરી આપવા બિન જરૂરી વધારે મોડું કરવા કે પ્લાસ્ટિક પેકિંગના બારદાનમાં હુક નો બિનજરૂરી ઉપયોગ કરી જથ્થાને નુકસાન કરવા જેવા હિનત્યો કરે છે.

error: Content is protected !!