Connect with us

Sihor

સિહોર ; લીમડીવાળા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતીની આસ્થાભેર ઉજવણી

Published

on

Sihor; Faithful celebration of Hanuman Jayanti at Limdiwala Hanumanji Temple

દેવરાજ

આરતી, પૂજા, બટુક ભોજન, સંતવાણી કાર્યક્રમો યોજાયા

ભાવનગર જિલ્લામાં હજારોની સંખ્યામાં આવેલ હનુમાન મંદિરોમાં ગઈકાલે શ્રી રામભકત હનુમાનજીનાં જન્મોત્સવની આસ્થા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. સવારથી રાત સુધી હનુમાન મંદિરે ભકતજનોની દર્શનાર્થે ભીડ ઉમટી હતી અને મહા આરતી, બટુક ભોજન, સંતવાણી, પૂજા-અર્ચના સહિતનાં કાર્યક્રમોનું આયોજન થયું.

 

Sihor; Faithful celebration of Hanuman Jayanti at Limdiwala Hanumanji Temple

સિહોર શહેરનાં સુપ્રસિઘ્ધ લીમડીવાળા હનુમાનજી મંદિર ખાતે દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી હતી. અહીં હનુમાનજીનાં પ્રાગટય દિવસની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી. આજે ઠેર-ઠેર હનુમાનજી પ્રાગટયોત્સવ નિમિત્તે બાળકોને ગુંદી-ગાંઠીયાનો પ્રસાદ વિતરણ કરવામાં આવી હતી.

Advertisement

Sihor; Faithful celebration of Hanuman Jayanti at Limdiwala Hanumanji Temple

 

શહેરના પ્રગટનાથના ઢાળમાં આવેલ લીમડીવાળા હનુમાનજી મંદિર ખાતે બેન્ડવાજા વગાડીને હનુમાનજી દાદાની આરતી પૂજા અર્ચન કરવામાં આવ્યું હતું અહીં ભાવિ ભક્તોની ભારે દર્શનની ભીડ જોવા મળી હતી..

 

error: Content is protected !!