Connect with us

Sihor

મનની ગંદકીને શ્રીમદ્ ભાગવત કથા પવિત્ર કરે છે : પૂ. નરેશભાઈ શાસ્ત્રી

Published

on

Shrimad Bhagwat Katha sanctifies the filth of the mind: P. Nareshbhai Shastri

કુવાડિયા

સિહોરના શ્રી ચિથરીયા હનુમાનજી મંદિર આયોજિત લોક કલ્યાણ અને કોરોનામાં દિવંગતોના મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહનો આજે બીજો દિવસ

લોક કલ્યાણ અને કોરોનામાં દિવંગતોના મોક્ષાર્થે સિહોરના શ્રી ચિથરીયા હનુમાનજી મંદિર આયોજિત ભાગવતાચાર્ય પૂજ્ય નરેશભાઈ શાસ્ત્રીજીના વ્યાસાસને શ્રીમદ્દ ભાગવત કથાના બીજા દિવસે શ્રીમદ્દ ભાગવતના સ્વરૂપની ચર્ચા, ક્યાં માર્ગ દ્વારા પરમાત્મા આપણા મનમાં પ્રવેશ કરે, મનની શુદ્ધિ કઈ રીતે કરવી, વ્યસન અને નશાની બાબતે યુવાધનને સાવધાન કર્યા, બાળકોના બાળ માનસને સમજવાની ચર્ચા તેમજ સિહોર શહેરને સ્વચ્છ કરવાની ટકોર તથા કપિલ અવતારના પ્રાગટ્ય તથા સમાજલક્ષી તેમજ કથાલક્ષી વિષયોની વિસ્તૃત અવલોકનો બીજા દિવસની શ્રીમદ્દ ભાગવત કથામાં કરવામાં આવ્યા હતા. કથામાં આગળ પૂજ્ય નરેશભાઈ શાસ્ત્રીએ દેશના યુવાધનને વ્યસન માટે સાવધાન કર્યા છે, કહ્યું છે કે આવી પરાધીનતામાં ન રહો, નશામાં સુખ નથી તે પરાધીનતા મોંઘી પડશે, નશાથી તેમજ વ્યસનથી પરિવાર અને સમાજને નુકસાન થશે. દેશના યુવાધનને નશામાં ધૂત કરવાનું આડોસી-પાડોસી દેશોનું મોટું ષડ્યંત્ર છે. પૂજ્ય નરેશભાઈ શાસ્ત્રીજી દ્વારા મનની શુદ્ધિ માટેના શ્રેષ્ઠ ઉપાય બતાવતા કહ્યું હતું કે મનની ગંદકીને શ્રીમદ્દ ભાગવત કથા પવિત્ર કરે છે, શ્રીમદ્દ ભાગવત કથાના માધ્યમથી મન જેવું શુદ્ધ થાય છે તેવું કલીકાળમાં મનને શુદ્ધ કરવાનું બીજું કોઈ સાધન નથી, કથા-શ્રવણ શ્રેષ્ઠ ઉપાય, તેમજ જ્યાં વિચાર, ભાવના, વ્યવહારમાં શુદ્ધિ નહિ રહે ત્યાં સુધી શાંતિ નહિ મળે. ભગવદ ગીતામાં પણ લખ્યું છે જીવનમાં શાંતિ હશે તો જ સુખ મળશે આજના બીજા દિવસની કથાના વિરામ અંતના કોરોના કાળમાં મૃત્યુ પામેલા લોકોને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી દુઃખની લાગણી વ્યકત કરી હતી.

Shrimad Bhagwat Katha sanctifies the filth of the mind: P. Nareshbhai Shastri

શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં બહોળી સંખ્યામાં મહિલાઓ ઉમટી – કપિલ પ્રાગટય ઉજવાયો

ભાગવત સપ્તાહના આજે બીજા દિવસે વ્યાસાસને વકતા પૂ. નરેશભાઈ શાસ્ત્રીજી દ્વારા બિરાજી સંગીતમય શૈલીમાં સુંદર રીતે કથાનું રસપાન ભાગવતજીના સ્લોક પઠન કરી રહ્યા છે, આ કથા દરમ્યાન કપિલ જન્મ, નૃસિંહ પ્રાગટય, વામન પ્રાગટય, શ્રીરામ પ્રાગટય, કૃષ્ણ પ્રાગટય, ગોવર્ધન લીલા, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર વિગેરે પ્રસંગોની ઉજવણી ધામધુમથી કરવામાં આવશે, આજના બીજા દિવસે બપોર બાદ કપિલ પ્રાગટય ઉત્સવ ઉજવાયો હતો. આ કથા દરમ્યાન આજના બીજા દિવસે આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી ખાસ કરી મહિલાઓએ અહીં વિશેષ ઉપસ્થિત રહી શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન કર્યું હતું

Advertisement

આજનો બીજો દિવસ ભાવ ભક્તિથી તરબોળ

નરેશભાઈ શાસ્ત્રીના મુખે ભાગવત સપ્તાહ સાંભળવો એક લ્હાવો છે. ભાગવત સપ્તાહના આજના બીજા દિવસે શાસ્ત્રીજી દ્વારા ભગવતજીના ૧૮૦૦૦ શ્લોક ૩૩૫ અધ્યાય ૧૨ સ્કન્ધ અને ભગવતજીનો ધોળ રાગમાં આંબો ખુબ સુંદર રીતે રજૂ કરી અને ખુબ વિશેષ રીતે વર્ણન કરવામાં આવ્યું હતું તેમજ મહાભારત નુ વર્ણન કરી પરીક્ષિતના જન્મની કથા પણ રજૂ કરી હતી. પરીક્ષિતને શ્રમિક ઋષિ દ્વારા શાપ, પરીક્ષિત ને પસ્તાવો અને પરીક્ષિત અનશન લઈને ગંગાકિનારે જવું ત્યારબાદ સુકદેવજી મહારાજની નારદજી દ્વારા ગંગાજીયે પધરામણી સાથે પરીક્ષિત દ્વારા કથા ની મંગલ શરૂઆત, સૃષ્ટિનું વર્ણન વરાહ અવતાર અને કરદમ ઋષિ અને દેવુહુતી ને ત્યાં કપિલ ભગવાનના પ્રાગટય સાથે આજે બીજા દિવસની કથાને વિરામ દેવાયો હતો

error: Content is protected !!