National
નાણામંત્રી નિર્મલા સીતારમણના ઘરે શહનાઈ રણકી; પુત્રી પરકલાનાં લગ્ન પ્રતીક સાથે
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની પુત્રી લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. કેન્દ્રીય મંત્રીની પુત્રી પરકલા વાંગમયીએ ગુજરાતના પ્રતિક દોશી સાથે તેમના બેંગલુરુના ઘરે આયોજિત એક સાદા સમારંભમાં લગ્ન કર્યા. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે લગ્ન સમારોહ બેંગ્લોરની એક હોટલમાં યોજાયો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર લગ્ન દરમિયાન માત્ર પરિવાર અને કેટલાક મિત્રો જ હાજર હતા. આ સમારોહમાં કોઈ રાજકીય અગ્રણીને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. પ્રતિક સાથે પરકાલાના લગ્ન ઉડુપી અદમારુ મઠના સંતોના આશીર્વાદ સાથે હિંદુ પરંપરા મુજબ થયા હતા.
પહેલા પારકલા વાંગમયી વિશે જાણો
સીતારમણની પુત્રી પરકલા વાંગમયી એક ફીચર રાઈટર છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગમાંથી માસ્ટર ડિગ્રી મેળવી છે. તેમણે નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીની મેડિલ સ્કૂલ ઓફ જર્નાલિઝમમાંથી પત્રકારત્વનો અભ્યાસ પણ કર્યો હતો. અગાઉ, કેન્દ્રીય પ્રધાને સપ્ટેમ્બર 2019 માં દીકરીઓના દિવસે પરકલા સાથેનો એક જૂનો ફોટો શેર કર્યો હતો. એક ટ્વિટમાં તેણે પરકલાને મિત્ર, ફિલોસોફર અને ગાઈડ ગણાવ્યા.
હવે વાંચો કોણ છે પ્રતિક દોશી
ગુજરાતના રહેવાસી પ્રતિક દોશી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ સહયોગીઓમાંના એક છે. પ્રતીક વડાપ્રધાન કાર્યાલય (PMO)માં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી (OSD) છે. તેઓ 2014માં PMO પહોંચ્યા હતા, જ્યારે નરેન્દ્ર મોદી પહેલીવાર PM બન્યા હતા. આ પછી જ્યારે મોદી બીજી ટર્મ માટે પીએમ બન્યા તો જૂન 2019માં તેમને જોઈન્ટ સેક્રેટરીના રેન્ક પર OSD તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. સિંગાપોર મેનેજમેન્ટ સ્કૂલના સ્નાતક પ્રતીક દોશીએ નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતના સીએમઓ સાથે સંશોધન સહાયક તરીકે કામ કર્યું હતું. પ્રતીક હાલમાં પીએમઓમાં સંશોધન અને વ્યૂહરચના પર કામ કરે છે.