Sihor
વાવાઝોડાના પગલે વૃક્ષો ધરાશાયી થતા સિહોર પોલીસે કર્મીઓએ હટાવ્યા
પવાર
ઉસરડ વડીયા વિસ્તારોના કેટલાક સ્થળે રસ્તા બ્લોક થઈ જતા અનેક વાહનચાલકો અટવાઇ પડયા, સિહોર પોલીસ કર્મીઓએ પડેલા વૃક્ષને હટાવ્યા
સિહોર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવનના પગલે અનેક રહેણાંક વિસ્તારો સહિત મુખ્ય માર્ગો અને ગ્રામ્યના માર્ગો પર વૃક્ષો ધરાશયી થઈ જતાં લોકો સહિત વાહનચાલકોને હાલાકી ભોગવવાનો આવ્યો હતો જો કે રોડ પરથી પસાર થતા પોલીસ કર્મીઓએ વૃક્ષોને હટાવી રોડને ખુલ્લો કરવાનું કામ કર્યું છે હવામાન ખાતાની આગાહીના પગલે સમગ્ર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હવામાન પલટાયું છે, ખાસ કરી સિહોર શહેરમાં છેલ્લા બે દિવસથી ભારે પવન અને વરસાદ વરસી રહ્યો છે.
ભારે પવન અને વરસાદને પગલે અનેક વૃક્ષો ધરાશયી થઈ ગયા હતાં જેમાં વડીયા ઉસરડ રોડ પર એક વૃક્ષ ધરાશયી થઈ રોડ પર પડતાં વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો જોકે રોડ પરથી પસાર થતા સિહોરના પોલીસ કર્મી દેવકુભાઈ લોમા, અમિતભાઈ ડાંગર, યોગરાજસિંહ ગોહિલ, ભવદીપસિંહ ગોહિલ સહિત નો પોલીસ સ્ટાફ સરકારી વાહન સાથે તાત્કાલિક પર પડેલા તોતિંગ વૃક્ષને ભારે જહેમત થી તત્કાલ હટાવી રોડને ખુલ્લો કર્યો હતો.
આ સરાહનીય કામને ગ્રામજનોએ બિરદાવી હતી.ત્યારે પોલીસ તંત્ર એક નહિ અનેક ભૂમિકા ભજવી માનવતા દર્શાવી..અને પોતાની જાનની પરવાહ કર્યા વગર આ વિકટ પરિસ્થિતિમાં વાવાઝોડા પવન તેમજ ચાલુ વરસાદે ઝાડ હટાવી તરત જ વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો..