Connect with us

Sihor

સિહોર મહિલા સ્વરાજ મંચ આયોજિત કાર્યક્રમમાં 181 ટિમ દ્વારા માર્ગદર્શન અપાયું

Published

on

181 teams were guided in the program organized by Sihore Mahila Swaraj Manch

પવાર

સિહોરનાં ટાઉનહોલ ખાતે મહિલા સ્વરાજ મંચ દ્વારા ગામડાની મહિલાને તેમના હક માટે ની લડતમાં માર્ગદર્શન આપવામાં આવેલ જેમ 181 મહિલા હેલપલાઇન ટીમ દ્વારા મહિલા ને મુશ્કેલી નાં સમય મા 181 ટીમ કેવી રીતે મદદ રૂપ થાય છે મહિલા ને કેવા સંજોગો મા તાત્કાલિક 181 ટીમ મદદ પૂરી પાડે છે તેનું માર્ગદર્શન આપવામાં આવેલ 181 એપ્લિકેશન ની માહિતી આપી કટોકટીના સમય મા મદદ મેળવી તેની માહિતી આપી એપ્લિકેશન ડાઉનલોડ કરાવેલ હતી, 181 હેલ્પલાઇનનો મુખ્ય ઉદ્દેશ શારીરિક, જાતીય, માનસિક કે આર્થિક કોઇપણ બાબતમા સતામણી, હિંસા કે અન્યાય બાબતે. સ્ત્રી ભ્રુણ હત્યા, સાયબર ગુનાઓ, લગ્ન જીવન અને અન્ય સંબંધોના વિખવાદો, તેમજ કાનૂની જોગવાઇઓની પ્રાથમિક માહિતી ઉપરાંત અન્ય પ્રકારની મુસીબતમાંથી રેસ્ક્યુ કરીને સલામત કરવાનો છે.

181 teams were guided in the program organized by Sihore Mahila Swaraj Manch

આ સેવાના માધ્યમથી મહિલાને તાત્કાલિક બચાવ, મદદ ફોન પર માર્ગદર્શન તેમજ લાંબા અને ટૂંકાગાળાના કાઉન્સેલિંગ જેવી સેવા થકી હકારાત્મક રીતે મહિલાઓની જે તે સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે છે.અહીં પાલીતાણા 181 અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા મહિલાઓને સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને કાનૂની ક્ષેત્રે માર્ગદર્શન અપાયું હતું. અભયમ દ્વારા મહિલાઓને ત્રાસ, હિંસા, છેડતી, અપહરણ સહિતમાં તાત્કાલિક મદદ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

error: Content is protected !!