Talaja
તળાજાના સથરા ગામે વૃદ્ધ મહિલાના સોનાનું કાનનું વેઢલુ કાઢી નીકળી ગયેલ અજાણી મહિલાને પકડી પાડી ; 181 ને સોંપી
પવાર
વૃદ્ધ મહિલાની મદદે પહોંચી 181 અભયમ ટિમ
તળાજા તાલુકાના સથરા ગામે બે અજાણી મહિલા વાળ વેચવા માટે આવેલ જે ગામમાં એક વૃદ્ધ મહિલાને ઘરે જઈને વૃદ્ધ મહિલાનાં કાનમાં પહેરેલ સોનાનું વેઢાલું સરખું કરવાના બહાના થી વૃદ્ધ મહિલાનાં કાન લમાંથી સોનાનું વેઢલું કાઢી લીધું હતું અને ઘરની બહાર નીકળી ગયેલ. વૃદ્ધ મહિલાને બંને અજાણી મહિલાઓ બહાર નીકળી જતા પોતાના કાનનું વેઢલુ ન હોવાની જાણ થતાં ઘરેથી બહાર નીકળી ને બંને અજાણી મહિલાને શોધવા લાગ્યા હતા.
તપાસ કરતા બંને અજાણી મહિલા મળી આવેલ ગામના લોકોએ મહિલાને પકડી અને ૧૮૧ મહિલા હેલપલાઇન મા ફોન કરી ને મદદ લીધી હતી પાલીતાણા ૧૮૧માં ફોન આવતા અભયમ ટીમ ઘટના સ્થળે પહોંચીને મહિલાને સમજાવેલ સલાહ સૂચન આપેલ અલગ પોલીસ સ્ટેશન જાણ કરી ૧૮૧ અભયમ ટીમ અને અલંગ પોલીસ સ્ટેશન મળીને વૃદ્ધ મહિલાનું સોનાની વસ્તુ મેળવી આપેલી હતી મહિલા ને તેમની વસ્તુ મળી જતા ખુશીથી આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કામગીરીમાં પાલીતાણા 181 ટિમ જોડાઈ હતી.