Sihor
સિહોર મકાતનાઢાળ ભુતા શેરીના રહીશોને વહેલી તકે પાણી મળશે ; ગેરકાયદેસર નળ કનેક્શન સામે કાર્યવાહી ; ચિફઓફિસર

પવાર
ભુતા શેરીમાં પાણી બાબતે મેં તપાસના આદેશો આપ્યા છે, પાણી સપ્લાય સમયે હું રૂબરૂ સ્થળે જવાનો છું, જે પણ મુશ્કેલી હશે તે રૂબરૂ સ્થળે જઈને જાણીશ, જેમને પણ ગેરકાયદેસર કનેક્શન લીધા છે તેમની સામે સખત કાર્યવાહી, કર્મચારીની સામે પણ પગલાં લેવાશે.
સિહોરના મકાતનોઢાળ ભુતા શેરી વિસ્તારમાં છેલ્લા મહિનાઓથી કેટલાંક પરિવારોને પાણી નહિ મળતું હોવાની વાતને શંખનાદે સતત વાંચા આપી છે, જેને લઈ નગરપાલિકા ચિફઓફિસર મારકણાએ સૌથી મોટો ખુલાસો કર્યો છે કે ભુતાશેરીના વહેલી તકે પાણીની સમસ્યાનું નિરાકરણ થઈ જશે.
આ વખતે પાણી સપ્લાયના વારા વખતે હું રૂબરૂ સ્થળે જઈ લોકોની સમસ્યા મુશ્કેલીઓ જાણીને તેનું નિરાકરણ કરીશું વધુમાં તેઓએ કહ્યું કે આ બાબતમાં એક મહત્વની વાત એ પણ જાણવા મળી છે કે કર્મચારીની મિલીભગતના કારણે એકાદ બે પરિવારોએ ગેરકાયદેસર કનેક્શન લીધા છે તેની સામે પણ તપાસ અને કાર્યવાહી થનાર છે અને કર્મચારી સામે પણ પગલાં લેવાની ખાતરી ચિફઓફિસર મારકણાએ આપી છે ઉલ્લેખનીય છે કે મહિનાઓ પહેલા અહીં નવો રોડ બનાવાયો છે અને જેના કારણે ભુતા શેરીમાં પાણી સપ્લાયની લાઈનમાં મોટો ફોલ્ટ સર્જાયો છે અગાઉ આ બાબતે અનેક રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી, લોકોની સમસ્યા મુશ્કેલી તકલીફને શંખનાદ દ્વારા વાંચા આપવામાં આવી હતી, સમગ્ર મામલે આજે ચિફઓફિસર મારકણાએ ભુતા શેરીની પાણી સમસ્યા હલ કરવાની ખાતરી આપી હતી