National
સત્ય માટે મોદીની જેલમાં જવા પણ તૈયાર : રાહુલ
કુવાડીયા
જે ચીજ (સત્ય) માટે મને પ્રેમ છે તેના માટે મરવું પડે તો પણ સ્વીકાર્ય, 10 વર્ષ મે ગાળો ખાધી છે તે મારા હૃદય સાથે જોડાઈ ગઈ છે, લંકા હનુમાને નહોતી સળગાવી રાવણના અહંકારથી સળગી હતી : જબરો પ્રહાર
રાહુલ ગાંધીએ તેમની સામેના કેસોનો આડકતરો ઉલ્લેખ કરતા કહ્યું કે ભારત જોડો યાત્રાથી મારો અહંકાર તૂટયો છે હું જે કહુ છું તે દિલથી કહું છું અને દિલની વાત સીધી દિલમાં જ જાય છે. હું સત્ય બોલુ છું. રાહુલે આ તકે ભાજપના સભ્યોના ધાંધલ ધમાલ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે હું સાચું બોલતા ડરતો નથી હું તેના માટે મોદીની જેલમાં જવા પણ તૈયાર છું. મારો અહંકાર તૂટયો છે. કારણ કે મે ભારત જોયુ છે અને હજુ બીજી વખત ભારત જોડો યાત્રા કરીશ. મોદીજી હિન્દુસ્તાનનો અવાજ સાંભળતા નથી. તેઓ ફકત અમીત શાહ અને અદાણીનો અવાજ સાંભળે છે.
અહંકાર તો રાવણનો પણ રહ્યો ન હતો અને લંકા હનુમાને નહોતી સળગાવી રાવણના અહંકારે સળગાવી હતી. રાહુલે તેના વકતવ્યમાં તેમની ભારત જોડો યાત્રાથી મણીપુર યાત્રાની વાત કરી હતી અને જણાવ્યું કે જે ચીજથી મને પ્રેમ મળે છે તેના માટે હું મરવા પણ તૈયાર છું એ ચીજ માટે હું મોદીની જેલમાં જવા પણ તૈયાર છું મે જે ચીજ માટે 10 વર્ષ ગાળો ખાધી તે ચીજ સમજવા તૈયાર છું. જેણે મારા દિલને આટલી મજબૂતાઈથી ઝકડી રાખ્યુ છે. રાહુલનું ભાષણ ખૂબજ આક્રમક હતું તેમાં ખૂબજ ગુસ્સાભરી રીતે પોતે બોલી રહ્યા હતા અને ભાજપના સાંસદે પણ વળતો પ્રહાર કરતા હતા. અધ્યક્ષ ઓમ બિરલા પણ રાહુલના ભાષણથી ખૂબ જ નારાજ જણાતા હતા અને અનેક વખત તેમને ટોકયા હતા.