Connect with us

Bhavnagar

ભાવનગરમાં ભારે ગરમી વચ્ચે વરસાદ : મહત્તમ તાપમાન ચાર ડિગ્રી ગગડીયુ

Published

on

Rains amid extreme heat in Bhavnagar: Maximum temperature rises four degrees

દેવરાજ

ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલા ભાવનગર વાસીઓએ કમોસમી વરસાદથી થોડી રાહત અનુભવી

ભાવનગર શહેરમાં છેલ્લા છ દિવસથી 40 -43 ડિગ્રી જેટલી કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે આજે ચાર વાગ્યે શહેરના ગાયત્રી નગર અને ભરતનગર વિસ્તારમાં કમોસમી વરસાદ શરૂ થયો હતો. શહેરમાં ગઈકાલે 43.5 ગરમી બાદ આજે સવારે થોડીવાર માટે વાદળો બંધાયા હતા .ફરી ગરમીનું જોર વધ્યું હતું. બપોરે અંગત ઝાડથી ગરમી અને ગરમ લુ ફેંકાઈ  હતી.

Rains amid extreme heat in Bhavnagar: Maximum temperature rises four degrees
દરમિયાન આજે સાંજે ચાર વાગ્યે અચાનક વાતાવરણમાં આવ્યો હતો અને ભાવનગર શહેરના ગાયત્રીનગર ભરતનગર તેવા વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. હીટ વેવ ની વચ્ચે અચાનક વરસાદ શરૂ થતા લોકો પણ આશ્ચર્ય ચકીત  થઈ ગયા હતા. ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલા ભાવનગરવાસીઓ એ કમોસમી વરસાદથી થોડી રાહત અનુભવી હતી.દરમિયાન ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. આજે ભાવનગર નું મહત્તમ તાપમાન ઘટીને 39.5 ડિગ્રી હતું જ્યારે  લઘુત્તમ તાપમાન 27.6 ડીગ્રી રેહવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 67% રહ્યું હતું .જ્યારે પવનની ઝડપ 34 કિ.મી. પ્રતિ કલાકની રહેવા પામી હતી. ભાવનગર શહેરમાં વરસાદ 1.2 મી.મી. નોંધાયો છે.

error: Content is protected !!