National
સદસ્યતા પરત મળતા જ રાહુલ લોકસભામાં હાજર : જબરુ સ્વાગત
Kuvaadiya
કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ મહાત્મા ગાંધીની પ્રતિમાને પ્રણામ કરી લોકસભામાં હાજરી આપી : જો કે બંને ગૃહોમાં ફરી ધાંધલ ધમાલ : મુલત્વી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પરત અપાતા જ આજે તેઓ સંસદભવન પહોંચી ગયા હતા અને લોકસભામાં હાજરી પણ આપી હતી. આ અગાઉ રાહુલ ગાંધી સંસદ પહોંચી રહ્યા છે તે જાહેર થતા જ કોંગ્રેસ સહિત વિપક્ષના સાંસદો સંસદભવનના ગેઈટ પાસે એકત્ર થઈ ગયા હતા. રાહુલના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા તથા તેમના આગમન સાથે જ તેમને વધાવી લીધા હતા.
રાહુલ ગાંધીએ સંસદભવન પહોંચતા જ ફરી એક વખત મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે જઈને પુષ્પહાર કર્યો હતો તથા નમન કર્યા હતા. બાદમાં તેઓ લોકસભાની બેઠકમાં હાજરી આપવા પહોંચી ગયા હતા. જો કે લોકસભામાં કામકાજ શરુ થતા જ ફરી એક વખત ધાંધલ ધમાલ શરુ થઈ હતી અને ભાગ્યે જ કંઈ કામકાજ થઈ શકયા હતા. બપોરે બે વાગ્યા સુધી લોકસભાનું કામકાજ મુલત્વી રખાયુ છે. વિપક્ષોએ મણીપુર મુદે વડાપ્રધાન જવાબ આપે તેવી માંગણી કરી હતી અને રાજયસભામાં પણ આ જ મુદે વિપક્ષોએ ધમાલ મચાવતા બંને ગૃહો બપોર સુધી મુલત્વી રહ્યા હતા. આજે સોનિયા ગાંધી પણ સંસદભવન પહોંચ્યા હતા.
રાહુલે ટવીટરમાં ફરી મેમ્બર ઓફ પાર્લામેન્ટ શબ્દ લખ્યો
136 દિવસ પહેલા લોકસભાના સભ્યપદેથી દુર કરાતા રાહુલ ગાંધીએ તેમના ટવીટર બાયો (એકસ) માં ડીસકવોલીફાઈ એમપી એવું લખ્યું હતું પરંતુ આજે તેમનું લોકસભા સભ્યપદ ફરી મળતા જ તેઓએ પોતાના બાયોમાં સંસદ સભ્ય તરીકે બાયો સુધાર્યો હતો.