Connect with us

Sihor

રાહુલ ગાંધી પોરબંદરથી આસામ સુધીની કરશે ભારત જોડો યાત્રા

Published

on

Rahul Gandhi will undertake the Join India Yatra from Porbandar to Assam

બરફવાળા

  • ચોમાસા સત્ર બાદ આ યાત્રા શરૂ થાય તેવી સંભાવના

કન્‍યાકુમારીથી કાશ્‍મીર સુધીની ભારત જોડો યાત્રા પૂર્ણ કર્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વધુ એક પદયાત્રા કરવા જઈ રહ્યા છે. પોરબંદરથી શરૂ થતી આ પદયાત્રા આસામ સુધી જશે. ગુજરાત કોંગ્રેસના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, એક મહિના બાદ રાયુપરમાં મળનારી ઓલ ઈન્‍ડિયા કોંગ્રેસ કમિટીના પ્‍લાનિંગ સેશનમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવશે. ગાંધીજીના જન્‍મ સ્‍થળ પોરબંદરથી આ યાત્રા શરૂ થશે. પદયાત્રા અંગેની તારીખ હજુ સુધી નક્કી કરવામાં આવી નથી. પરંતુ એવુ જાણવા મળી રહ્યુ છે કે, સંસદના ચોમાસા સત્ર બાદ વર્ષના અંત સુધીમાં આ પદયાત્રા નીકળશે. ‘કન્‍યાકુમારીથી કાશ્‍મીર સુધીની ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીને ભવ્‍ય પ્રતિસાદ મળ્‍યો હતો. આ યાત્રા દરમિયાન કોંગ્રેસ પાર્ટી બેરોજગાર, મોંઘવારી અને અસમાનતા સહિતના લોકોના પ્રશ્ન સફળ રીતે ઉઠાવ્‍યા હતા. જોકે પોરબંદરથી આસામ સુધીની આ પદયાત્રાનો નિર્ણય પ્‍લાનિંગ સેશનમાં લેવામાં આવશે’ બીજી તરફ ભારત જોડોયાત્રાના ભાગરૂપે પ્રદેશ કોંગ્રેસ સમિતિ હાથથી હાથ જોડો યાત્રા શરૂ કરવા જઈ રહી છે.

Rahul Gandhi will undertake the Join India Yatra from Porbandar to Assam

આ રેલીમાં કોંગ્રેસ પાર્ટીના નેતાઓ ગુજરાતના દરેક જિલ્લામાં હાથથી હાથ જોડો યાત્રા કરશે. આ યાત્રા દરમિયાન કોંગ્રેસના નેતાઓ વિવિધ જિલ્લામાં લોકોને મળશે અને બેરોજગારી અને મોંઘવારીના પ્રશ્નો મુદ્દે કોંગ્રેસનું વલણ લોકોને જણાવશે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્‍તા મનિષ દોશીએ આ અંગે જણાવ્‍યું હતુ કે, હાથથી હાથ જોડો યાત્રા દરમિયાન ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો દરેક ગામ, તાલુકા અને જિલ્લાના લોકોને મળશે. રાહુલ ગાંધીએ ૭ સ્‍પ્‍ટેમ્‍બર, ૨૦૨૨થી તમિલનાડુના કન્‍યાકુમારીથી ભારત જોડો યાત્રા શરૂ કરી હતી. આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ કુલ ૧૨ રાજયોમાં ૩૫૦૦ કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો અને ૧૩૬ દિવસ સુધી આ યાત્રા ચાલી હતી. આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ વિવિધ રાજયના લોકો વચ્‍ચ સીધો સંપર્ક કર્યો હતો. રાહુલ ગાંધીની આ ભારત જોડો યાત્રા શ્રીનગરમાં પૂર્ણ થઈ હતી. આ યાત્રામાં નેતા, અભિનેતા, નિવૃત સૈનિકો, વિવિધ એજન્‍સીઓના નિવૃત વડા સહિતના લોકો જોડાયા હતા.

error: Content is protected !!