Connect with us

Sihor

ત્રણ દિવસની ધમાલ બાદ સંસદમાં કાર્યવાહી શરૂ : રાષ્ટ્રપતિના ભાષણ પર આભાર પ્રસ્તાવ રજુ

Published

on

Proceedings begin in Parliament after three days of agitation: Motion of thanks on President's speech presented

લોકો પૂછે છે મોદી-અદાણીને શું સંબંધ! રાહુલનો જબરો ઘા

અદાણી મુદે સંસદમાં ત્રણ દિવસ કામકાજ ખોરવ્યા બાદ આજે કોંગ્રેસ સહિતના વિપક્ષોએ તેના હથિયાર મ્યાન કરીને આજે બન્ને ગૃહોમાં રાષ્ટ્રપતિના ભાષણ પરના આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો પ્રારંભ થતા જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ અદાણી મુદે સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘેરીને અનેક પ્રશ્નો પૂછતા લોકસભામાં જોરદાર હંગામો મચી ગયો હતો. ભારત જોડો યાત્રા બાદ પ્રથમ વખત લોકસભામાં હાજરી આપી રહેલા રાહુલ ગાંધી આજે ખૂબ જ આક્રમક જણાતા હતા. તેઓએ મોંઘવારી મુદે શા માટે રાષ્ટ્રપતિ ભાષણમાં કોઈ ઉલ્લેખ નહી

રાહુલનો જબરો તોપમારો : કેવો જાદુ થયો કે 2014માં અમીરોની યાદીમાં 609 નંબર પર રહેલા અદાણી 2023માં નંબર-ટુ પર પહોંચી ગયા!

Proceedings begin in Parliament after three days of agitation: Motion of thanks on President's speech presented

તે પ્રશ્ન પૂછયો હતો તો અગ્નિવીર યોજના સેના પર શોધાઈ હોવાનો પણ આક્ષેપ કરતા કહ્યું કે સૈન્યના અધિકારીઓ પણ આ યોજના અજીત દોભલે સેના પર થોપી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે મને ભારત જોડો યાત્રાથી ઘણો અનુભવ મળ્યો છે. આજે નેતાઓ જમીન સાથે જોડાતા નહી અને હવામાં ગોળીબાર કરે છે તેવું જણાવીને બાદમાં અદાણી મુદે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેની સરકારને જ ટાર્ગેટ કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે મને લોકો પૂછે છે કે ચારે બાજુ અદાણી કેમ છે તે કઈ રીતે બધા ધંધામાં ઘુસી જાય છે! લોકોએ પણ પૂછે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અદાણીને શું સંબંધ છે! તેમના આ વિધાનો પર લોકસભામાં જબરો હંગામો મચી ગયો હતો તો પણ રાહુલે પ્રહાર ચાલુ રાખતા કહ્યું કે એવો તો કયો જાદુ ચાલ્યો કે 2014માં અદાણી અમીરો 609 નંબર પર હતા તે આજે નંબર-ટુ બની ગયા છે.

લોકસભામાં રાહુલે મોદી-અદાણીની તસ્વીર બતાવવા પ્રયાસ કર્યો

Advertisement

રાહુલ ગાંધીએ આજે લોકસભામાં ચર્ચામાં ભાગ લેતા સમયે ગૃહમાં મોદી-અદાણીની તસ્વીર દર્શાવવા પ્રયાસ કર્યો હતો. પણ અધ્યક્ષશ્રી ઓમ બિરલાએ તેમને રોકતા ગૃહમાં પોસ્ટરબાજી નહી કરવા તાકીદ કરી હતી.

error: Content is protected !!