Surat
રાહુલ ગાંધી પાસે હવે ત્રણ દિવસનો સમય નહીતર જેલમાં જવું પડશે
બરફવાળા
ટ્રાયલ કોર્ટે સજા સામેનો આપેલો સ્ટે 23 એપ્રિલે પુરો થાય છે: જો રાહુલને હાઈકોર્ટને તાત્કાલીક જામીન ન લંબાવે અથવા તો કોઈ રાહત ન આપે તો કોંગ્રેસના નેતા માટે મુશ્કેલી વધશે
સુરતની સેશન્સ કોર્ટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની બે વર્ષની સજા યથાવત રાખતા હવે તેમના માટે જો હાઈકોર્ટ કોઈ રાહત ન આપે તો જેલમાં જવાનો ખતરો વધ્યો છે. મોદી સરનેમ વિવાદમાં રાહુલે કરેલી ટીપ્પણીમાં તેમની સામે જે માનહાનીનો ફોજદારી કેસ થયો હતો તેમાં આજે સુરતની સેશન્સ કોર્ટે પણ રાહુલ ગાંધીને થયેલી સજા યથાવત રાખી છે. અગાઉ ટ્રાયલ કોર્ટે રાહુલ ગાંધીને જે સજા કરી હતી તેને એક માસ માટે બાદમાં સસ્પેન્ડ કરવામાં આવી હતી જે હવે મુદત તા.23 એપ્રિલના પુરુ થાય છે અને સેશન્સ કોર્ટમાં રાહુલ ગાંધીએ ફકત સજા સામે અપીલ કરી હતી પરંતુ સજા સામેનો સ્ટે લંબાવવા માંગણી કરી ન હતી અને તેને કારણે સજા સામેના સ્ટેની મુદત 30 દિવસ જે આપવામાં આવી છે તે હવે આગામી ત્રણ દિવસ એટલે કે 23 એપ્રિલે પુરી થાય છે.
રાહુલ ગાંધી હાલ જામીન પર છે અને સેશન્સ કોર્ટે રાહત ન આપતા અને 30 દિવસની મુદત પુરી થતા જ ટ્રાયલ કોર્ટનો ચુકાદો અમલી બની જશે અને તેથી રાહુલ ગાંધીને તાત્કાલીક હાઈકોર્ટ તરફ જવુ પડશે. જો તા.23 સુધીમાં હાઈકોર્ટમાં કોઈ ચુકાદો ન આવે કે રાહુલની સજા સામે સ્ટે ન આવે અથવા તેમને જામીનની પ્રક્રિયા લંબાવવામાં ન આવે તો રાહુલ ગાંધીને જેલમાં જવું પડશે હાલ તો તેમના માટે સજા માટે જામીન મેળવવા પણ સૌથી અગત્યતા હશે અને આથી આવતીકાલે જ ગુજરાત હાઈકોર્ટમાં રાહુલ ગાંધીના ધારાશાસ્ત્રીઓ અરજી કરે તેવા સંકેત છે.