Sihor
સિહોર સોરઠીયા રાજપૂત સમાજનો ઈનામ વિતરણ સમારોહ યોજાયો

દેવરાજ
સિહોર શહેર સોરઠીયા રાજપૂત યુવા ગ્રુપ દ્વારા ગઈકાલે ધોરણ ૧ થી ૧૨ અને કોલેજ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વર્ષ ૨૦૨૧-૨૦૨૨ નો ઈનામ વિતરણ સમારોહ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતે યોજાયો હતો. જેમાં જ્ઞાતિના આગેવાનો દ્વારા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં તથા જ્ઞાતિના દાતાશ્રીઓ તેમજ જ્ઞાતિની સામાજીક પ્રવુતિઓ માં અગ્રેસર રહેતા યુવાનોને પુષ્પ ગુચ્છ આપી સન્માન કરાયું હતું.
આ સમારોહમાં જ્ઞાતિના આગેવાનો, યુવાનો, બહેનો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સિહોર સોરઠીયા રાજપૂત યુવા ગૃપે ભારે જહેમત ઉઠાવી હતી.