Connect with us

Sihor

સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા ગ્રાહક સુરક્ષા સપ્તાહ અંતર્ગત શિબિર યોજાઇ

Published

on

Sihore Taluka Legal Services Committee organized a camp under Consumer Protection Week

દેવરાજ

સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિનાં પ્રિન્સિપાલ સીનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ સિહોર નાં ચેરમેન શ્રી એસ.કે.વ્યાસ સાહેબ ની સુચના અનુસાર તેમજ સેક્રેટરી યશપાલસિંહ તેમજ કશ્યપભાઈ બાબરીયા માર્ગદર્શન તળે ગ્રાહક સુરક્ષા સપ્તાહ ની ઉજવણી અંતર્ગત જન જાગૃતિ અર્થે પત્રિકા વિતરણ તેમજ ગ્રાહકો એ ફરજિયાત દુકાન ધારકો પાસે થી બીલ લેવાનો આગ્રહ રાખવો સહિત માહિતી માર્ગદર્શન આપવા માં આવેલ.

Sihore Taluka Legal Services Committee organized a camp under Consumer Protection Week

સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ નાં પી.એલ.વી. (NGO), વરિષ્ઠ પત્રકાર હરીશભાઇ પવાર, આનંદભાઇ રાણા, કેશુભાઇ સોલંકી (પત્રકાર), રાજેશભાઇ આચાર્ય, દ્વારા રૂબરૂ વિવિધ વિસ્તારો માં જઈ સ્લમ વિસ્તાર , સોસાયટી,શેરી ગલલીઓ, શાકમાર્કેટ સહિત વિસ્તારો માં પત્રિકાઓ વિતરણ સાથો સાથ માહિતી વિસ્તાર પૂર્વક માર્ગદર્શન આપી, લોકોને જાગૃત કરવામાં આવેલ.

error: Content is protected !!