Ahmedabad
ભાવનગર બ્રહ્મસમાજનું ગૌરવ, અમદાવાદ ખાતે ડોક્ટર પ્રતીક્ષાબેન ત્રિવેદીને સન્માનિત કરાયા

કુવાડિયા
દુર્ગાધામ વિકાસ સંસ્થા દ્વારા સમગ્ર ગુજરાતમાં બ્રહ્મ સમાજનું નામ રોશન કરનારી મહિલાઓમાં પસંદગી થવા બદલ મહિલા સન્માન એવોર્ડ નું આયોજન બ્રહ્મસેના દ્વારા 11 મી જૂન રવિવારે સાંજના 6:30 કલાકે ગોરાની રિસોર્ટમાં આયોજન કરવામાં આવેલ આ આયોજનમાં મુખ્ય મહેમાન તરીકે મિલનભાઈ શુકલ યજ્ઞેશભાઇ દવે શૈક્ષણિક જગતમાં નામ રોશન કરનાર ગિજુભાઈ ભરાડ તેમજ મહિલા અગ્રણી શ્રી શ્રદ્ધાબેન જા આ કાર્યક્રમમાં બહેનોને એવોર્ડ સાથે સન્માન કરવા માટે હાજર રહ્યા હતા 1008 બહેનો માંથી ભાવનગર શહેરમાંથી ડોક્ટર પ્રતીક્ષાબેન ત્રિવેદી ની પસંદગી કરવામાં આવી હતી ડોક્ટર પ્રતીક્ષાબેન ત્રિવેદી સામાજિક કાર્યકર્તા છે તેમની વિવિધ પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઈને તેમની નારી ગૌરવ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી પ્રતીક્ષાબેન એવું વ્યક્તિત્વ છે જે સરળ સ્વભાવના અને લાગણીશીલ છે
ગુજરાતના સમસ્ત બ્રહ્મ સમાજમાંથી તેમની પસંદગી કરવામાં આવી હતી પ્રતીક્ષાબેન બ્રહ્મ સમાજમાં બહેનોને વિવિધ પ્રવૃત્તિઓમાં તેમજ રોજગાર લક્ષી પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહ્યા છે તેમને સમસ્ત બ્રહ્મ સમાજ માટે જે એમ્બ્યુલન્સ અર્પણ કરી છે તે બાબત પણ સમાજ માટે બહુ મોટી કહી શકાય તેવું તેમનું યોગદાન છે આ દરેક બાબતો સમાજ માટે જરૂરી હોય તે પ્રમાણે તેમની પસંદગી કરવામાં આવેલ છે પ્રતીક્ષાબેન ને અગાઉ પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે તેમ જ રાજ્યપાલના હસ્તે શ્રેષ્ઠ મહિલા એવોર્ડ અને શ્રેષ્ઠ સામાજિક કાર્યક્રમનો એવોર્ડ મેળવી ચૂક્યા છે હાલમાં તેઓ કન્ઝ્યુમર કોર્ટમાં જજ મેમ્બર તરીકે ફરજ બજાવે છે પ્રતીક્ષાબેન ભાવનગરનું અને સમસ્ત બ્રહ્મ સમાજનું ગૌરવ વધારેલ છે.