Connect with us

Sihor

પ્રજા કચેરીમાં હાજર, કર્મચારી ‘ઘેર..’સિહોર પાલિકામાં લાલીયાવાડીની ફરિયાદો

Published

on

Praja present in the office, employee 'Gher..' Complaints of Laliyawadi in Sihore Municipality

પવાર

સિહોર નગરપાલિકામાં કર્મચારીઓની લાલીયાવાડીની ફરિયાદો નવી નથી પાલિકાની વિવિધ શાખાની ચેમ્બરોના કેટલાક કર્મચારીઓ ચાલુ ફરજે ગોટલી મારી જતા અરજદારોને ધરમના ધક્કા થાય છે. પાલિકામાં કર્મચારીઓની ચેમ્બરો મોડી ખોલતી હોવાના કારણે પ્રજા પરેશાન થઈ ગઈ છે પાલિકામાં કોઇ ધણીધોરી ન હોવાનું અને લીલીયાવાડીની બૂમરાણો ઉઠી છે.

Praja present in the office, employee 'Gher..' Complaints of Laliyawadi in Sihore Municipality

કર્મચારીઓ સમયસર નહિ આવવાના કારણે ગામના છેવાડાના વિસ્તારમાંથી અરજદાર હાઉસટેક્ષ ભરવા અથવા કોઇ પ્રમાણ પત્ર કે મંજૂરીના કામકાજ માટે આવે છે. ચેમ્બરમાં તે અધિકારી ન મળતા કલાકો સુધી રાહ જોઇ પરત ફરે છે. આવા બનાવો હવે સામાન્ય થઇ ગયા છે. નગરપાલિકામાં કામકાજ અર્થે આવતા લોકોને ધરમના ધક્કા થાય છે. સવારે મોડા આવી સાંજે ચેમ્બરમાંથી વહેલા નીકળી જતા કેટલાક કર્મચારીઓના કારણે લોકો પરેશાન થાય છે પ્રજા કચેરીમાં હાજર છે કર્મચારી ‘ઘેર..

error: Content is protected !!