Sihor
પ્રજા કચેરીમાં હાજર, કર્મચારી ‘ઘેર..’સિહોર પાલિકામાં લાલીયાવાડીની ફરિયાદો
પવાર
સિહોર નગરપાલિકામાં કર્મચારીઓની લાલીયાવાડીની ફરિયાદો નવી નથી પાલિકાની વિવિધ શાખાની ચેમ્બરોના કેટલાક કર્મચારીઓ ચાલુ ફરજે ગોટલી મારી જતા અરજદારોને ધરમના ધક્કા થાય છે. પાલિકામાં કર્મચારીઓની ચેમ્બરો મોડી ખોલતી હોવાના કારણે પ્રજા પરેશાન થઈ ગઈ છે પાલિકામાં કોઇ ધણીધોરી ન હોવાનું અને લીલીયાવાડીની બૂમરાણો ઉઠી છે.
કર્મચારીઓ સમયસર નહિ આવવાના કારણે ગામના છેવાડાના વિસ્તારમાંથી અરજદાર હાઉસટેક્ષ ભરવા અથવા કોઇ પ્રમાણ પત્ર કે મંજૂરીના કામકાજ માટે આવે છે. ચેમ્બરમાં તે અધિકારી ન મળતા કલાકો સુધી રાહ જોઇ પરત ફરે છે. આવા બનાવો હવે સામાન્ય થઇ ગયા છે. નગરપાલિકામાં કામકાજ અર્થે આવતા લોકોને ધરમના ધક્કા થાય છે. સવારે મોડા આવી સાંજે ચેમ્બરમાંથી વહેલા નીકળી જતા કેટલાક કર્મચારીઓના કારણે લોકો પરેશાન થાય છે પ્રજા કચેરીમાં હાજર છે કર્મચારી ‘ઘેર..