Sihor
સિહોર તાલુકા પંચાયત કબજે કરવા રાજકીય ધમાસાણ, હાઇવોલ્ટેઝ ડ્રામાં, આખરે ભાજપ સત્તાના સિંહાસન પર
દેવરાજ – પવાર
આજ સવારથી ભારે ઉત્તેજનાઓ વચ્ચે ભાજપે ફરી સત્તા કબ્જે કરી, કોંગ્રેસના આગેવાનો પોલીસ અને અધિકારીઓ વચ્ચે બરાબરની જામી, તાલુકા પંચાયત બહાર લોકોના ટોળે ટોળા, સમગ્ર મામલો હાઇકોર્ટે સુધી પોહચ્યો, પોલીસ પર ગંભીર પ્રકારના આક્ષેપો
ભારે રસાકસી વચ્ચે સિહોર તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. રાજકીય ધમાસણ વચ્ચે ભાજપે તાલુકા પંચાયત કબજે કરી છે. સિહોરની પંચાયત કબજે ભારે રાજકીય ખેલ ખેલાયો હતો સમગ્ર મામલો હાઇકોર્ટે સુધી પોહચ્યો છે.
રાજ્યની અંદર મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત તમામના પ્રમુખોની કાર્યકાળ પૂરો થઈ ચૂક્યો છે. ત્યારે સમગ્ર રાજ્યમાં નવા પ્રમુખોની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે સિહોર તાલુકા પંચાયતમાં રાજકીય ધમાસાણ અને હાઇવોલ્ટેઝ ડ્રામા વચ્ચે પ્રમુખ તરીકે મંજુલાબેન પ્રેમજીભાઈ રાઠોડ અને ઉપ પ્રમુખ ગીતાબેન લક્ષમનભાઈ પરમારની વરણી કરવામાં આવી છે. સિહોર પ્રાંત અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં પ્રમુખ તેમજ ઉપપ્રમુખની વરણી થઈ હતી.
નવનિયુક્ત પ્રમુખ તેમજ ઉપપ્રમુખને ભાજપના કાર્યકરો દ્વારા વધાવી લેવામાં આવ્યા હતા ફરી ભાજપના જ પ્રમુખ તેમજ ઉપપ્રમુખની ઘોષણા જાહેર થઈ હતી. નવા પ્રમુખ તેમજ ઉપપ્રમુખને ભાજપના કાર્યકરોએ વધાવી લીધા હતા. ફુલહાર કરાવી અને તેમનું સ્વાગત કર્યું હતું.