Sihor
સિહોરના સિંધી કેમ્પમાં કચરાના ઢગલા પર પ્લાસ્ટિકનું સામ્રાજ્ય

પવાર
ડોર ટુ ડોર, કામગીરી માત્ર કાગળ પર, ગૌમાતા પ્લાસ્ટિક ખાઇ બીમાર પડી રહી છે, તંત્ર તમાશો જુએ છે
સિહોર નગરમાં ઠેર ઠેર કચરાના ઢગલા ઉપર પ્લાસ્ટિકનું સામ્રાજ્ય અને ગૌમાતા પ્લાસ્ટિક આરોગતી તસવીરમાં નજરે પડે છે. પ્લાસ્ટિક મુક્ત ભારતનું અભિયાન ન જાણે ક્યારે પૂર્ણ થશે. આજે પણ નગરો હોય કે મહાનગરો જ્યાં કચરાના ઢગ તો કયા ક પ્લાસ્ટિકના ઢગ સિહોર નગરમાં પણ ઠેરઠેર મોહલ્લા ગલીના નાકે ઠાલવવામાં આવતા કચરા સાથે પ્લાસ્ટિકની થેલીઓ જોવા મળી રહી .છે એટલું જ નહીં એની પર ગૌમાતા પ્લાસ્ટિકની થેલીઓ ખાઈ બીમાર પડી રહી છે ત્યારે હવે પ્લાસ્ટિક મુક્ત સિહોરનું અભિયાન પૂર્ણ કરવા નગરપાલિકા ક્યારે સક્રીય થશે.
સ્વચ્છતા અભિયાનને લઈને સરકાર દ્વારા અનેક અભિગમ અપનાવવામાં આવ્યા છે. એટલું નહીં આ અભિગમો પૂર્ણ કરવા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટો પણ જે તે નગરપાલિકાને આપવામાં આવી રહી છે. પરંતુ સ્વચ્છતા અભિયાનને પરિપૂર્ણ કરવા માટે સિહોર નગરપાલિકા ઉણી ઉતરતી હોય તેવું સ્પષ્ટ પણે જણાઇ છે. તમામ નાગરિકો દુકાનદારો અને વારંવાર પ્લાસ્ટિક ન વાપરવા સૂચના આપવા છતાં પણ કચરો પ્લાસ્ટિકની થેલીમાં બાંધીને નાખતા હોવાથી પ્લાસ્ટિક મુક્ત સિહોરનું સ્વપ્નું પણ રોળાઈ રહેતું જોવા મળે છે.