Connect with us

Sihor

સોનગઢની પરીણીતાને લાકડાના ધોકાના ઘા ઝીંકી પતિ એ મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું ખુલ્યું

Published

on

Songarh wife revealed to have been stabbed to death by her husband with a wooden hammer

પવાર

  • સોનગઢની પરણીતાના પીએમ રીપોર્ટે પતિનું “પોત” પ્રકાશ્યુ : મહિલાની હત્યા થઈ હોવાનું ખુલતાં પોલીસે આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી

સિહોર નજીક આવેલ સોનગઢની પરણીતાનું બાઇક પરથી પડી જતાં મોત થયુ હોવાની વાતે ચર્ચાઓ જગાવી સોનગઢ પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ હાથ ધરાયો હતો પી એમ કરતા હત્યા કરાઈ હોવાનું ખુલ્યું હતું આ બનાવ અંગે મૃતકના પિતાએ સોનગઢ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. સિહોરના સોનગઢ ગામે રહેતા ભદ્રેશભાઈ રમેશભાઈ વાઘેલાના લગ્ન જેતપુર ઘુસાભાઈ રૂપાભાઈ પરમારના પુત્રી સંગીતાબેન સાથે થયેલ હતા ત્યારે પતિ પત્નીમાં કોઈ કારણોસર અવારનવાર ઝગડો ચાલ્યા કરતો પરંતુ ૩૦ તારીખે આ ઝગડો હત્યા માં પરિણમ્યો હતો ૩૦ તારીખે સવારે મૃતક સંગીતાબેનના જેઠ મહેશભાઈ રમેશભાઈ વાઘેલા દ્વારા સંગીતાબેન ના પિતા ઘુસાભાઇ રૂપાભાઈ પરમારે જેતપુરને ફોન કરેલ કે ભદ્રેશભાઈ તથા સંગીતાબેનનું એક્સિડન્ટ થયેલ હોય માટે તમો તાબડતો સોનગઢ આવી જાવ ત્યારે ઘુસાભાઈ જણાવેલ કે કાંઈ અઘટીત બન્યું હોય તો મને જાણ કરો તો મહેશભાઈ દ્વારા જણાવેલ કે તમે એકલા ન આવતા ચાર પાંચ જણા આવજો જેથી ઘુસાભાઈ તેની પત્ની તથા સગા વાલા સોનગઢ ખાતે દોડી આવેલ ત્યારે રમેશભાઈ વાઘેલા દ્વારા જણાવેલ કે ભદ્રેશભાઈ તથા સંગીતાબેન બાઈક પર જતા હતા ત્યારે પાછલે સીટ પરથી સંગીતા પડી જવાથી મૃત્યુ પામી છે

Songarh wife revealed to have been stabbed to death by her husband with a wooden hammer

આ અંગે જીલુભાઈ રમેશભાઈ તથા લાભુભાઈ મેરા ભાઈ દ્વારા પોલીસમાં લખાયું હતું કે બાઈક પર થી પડી જવાથી મૃત્યુ થઈ ગયું હતું  સંગીતાને બેભાન હાલતે સિહોરનાં ખાનગી દવાખાને લઈ જવાતા ત્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરેલ અને કહેલ કે આપ સિહોર સરકારી દવાખાને લઈ જાવ ત્યારે મૃતદેહનું પીએમ કરવાનું ઘુસાભાઇ રૂપાભાઈ પરમાર એટલે કે સંગીતાના પિતાના આગ્રહને કારણે  પીએમ કરવાનું નક્કી કરેલ પરંતુ દરમિયાન રમેશ વાઘેલાએ સંગીતાબેન ના પિતાને હાથ જોડી વિનંતી કરી કે આપણે કેસ કબાડામાં પડવું નથી ભદ્રેશની ભૂલ થઈ ગઈ છે ત્યારે સંગીતાબેનના પિતાની શંકા જતા પોલીસને જાણ કરી હતી કે મારી દીકરી પડી જવાથી નહીં પણ મારી નાખવામાં આવી છે ત્યારે મૃતદેહનું સોનગઢ પીએસઆઇ વી.વી.ધ્રાંગુ દ્વારા પેનલ પીએમ કરાવ્યું હતું ત્યારે પીએમ રિપોર્ટ મુજબ સંગીતાબેન બાઈક પરથી પડી જવાથી નહીં પરંતુ માથામાં મારવાને કારણે મોત થયાનું ખુલ્યું હતું

Continue Reading
Advertisement
error: Content is protected !!