Connect with us

Sihor

સિહોર નગરપાલિકામાં કર્મચારીઓના પગારની હોળી કાયમી ; દિવાળું ફૂંકયું – કિશન મહેતા

Published

on

Permanent Salary Holi of employees in Sihore Municipality; The sky blew - Kishan Mehta

પવાર

રોજનું લાવી રોજનું ખાનાર કર્મીઓના પરિવારોની હાલત કફોડી છે, કર્મચારીઓ રીતસર રડી રહ્યા છે, 80 થી વધુ કર્મચારીઓ બિનજરૂરી છે તેઓને છુટ્ટા કરી દેવા જોઈએ – કિશન મહેતા

અધિકારીઓ સામે કર્મીઓમાં કચવાટ, પાલિકાના કર્મીઓ બે ત્રણ માસથી પગારથી વિહોણા, વખતોવખત રજુઆતો કરવા છતાં સત્તાધીશોના આંખ આડા કાન, પાલિકાનો વહિવટ લાંબા સમયથી ખાડે જતા કર્મચારીઓમાં તંત્રવાહકોની કાર્યપધ્ધતિ સામે વ્યાપેલ કચવાટ

સિહોર નગરપાલિકાની આર્થિક સ્થિતિ વધુ ને વધુ કંગાળ બની રહી છે. તંત્રની મનમાની અને અણઆવડતને લઈને પાલિકાના કર્મચારીઓ છેલ્લા બે કે ત્રણ માસ થવા છતા પગારથી વંચિત રહ્યા હોય તેમના પરિવારના સભ્યો કફોડી હાલતમાં મુકાઈ ગયા છે. કડકી બની રહેલી પાલિકાના કર્મચારીઓ છેલ્લા બે માસથી પગારથી વંચિત રહ્યા હોય સ્થાનિક વેપારીઓ પણ હવે તેઓને ઉધાર આપતા નથી. જેથી તેઓ ખુબ જ આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે. કોન્ટ્રાક્ટ બેઝ માં ૮૦ થી ૯૨ બિનજરૂરી કર્મચારીઓનો છૂટા કરવા જોઈએ જેથી વધુ ૧૦ લાખના પગારનો વહન પાલિકાને બચી શકે છે.

Permanent Salary Holi of employees in Sihore Municipality; The sky blew - Kishan Mehta

અમુક કર્મચારીઓ રોજનું લાવી રોજનું ખાનાર ની પરિસ્થિતિ તેમજ વીજબિલ, કરિયાણું, વિધાર્થીફી સહિત વેપારીઓ પણ આવા કર્મચારીઓ પાસે ઉઘરાણી માટે આવતા હોય પણ કૂવામાં હોય તો અવેડા માં આવે પણ. પગાર થી વંચિત કર્મચારીઓ નો રડી રહ્યા છે તેવુ કોંગ્રેસ નેતા કિશન મહેતાએ કહ્યું છે. કમ્મરતોડ મોંઘવારીના સમયમાં  સફાઈ કામદારો અને રોજમદારોને તેમના પરિવારજનોનું જીવન નિર્વાહ ચલાવવામાં ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. સમયસર પગાર ન થતા કર્મચારીઓમાં તંત્રવાહકોની કાર્યપધ્ધતિ સામે પ્રબળ આક્રોશ ભભૂકી ઉઠયો છે. નગરપાલિકાનો વહિવટ તદ્રન ખાડે ગયો હોય પાલિકા દ્વારા કર્મચારીઓને પગાર ચૂકવવામાં પણ ફાંફા પડી રહ્યા છે.

Advertisement
error: Content is protected !!