Connect with us

Gujarat

એલપીજીના ભાવ ઘટાડવાથી જનતા ગેરમાર્ગે નહીં દોરાય : ભાજપ સરકાર ફરી નહીં આવે : શકિતસિંહ ગોહીલ

Published

on

People will not be misled by reducing LPG prices: BJP government will not come again: Shakitsinh Gohil

બરફવાળા

કોંગ્રેસના દિગ્‍ગજ નેતા અને ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષના આકરા પ્રહાર

કોંગ્રેસના દિગ્‍ગજ નેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્‍યક્ષ શકિતસિંહ ગોહીલે કેન્‍દ્ર અને ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતાં. શકિતસિંહજીએ જણાવેલ કે, સાડા નવ વર્ષમાં તેમણે ફકત દેખાડો કર્યો છે. કોઇ મજબૂત મુદો ન હોવા છતાં સત્ર બોલાવ્‍યું છે. તેમણે જણાવેલ કે, ભાજપની સરકાર ફરી નહી આવે, ચૂંટણીનો માહોલ શરૂ થતા મીમીક શરૂ કર્યા છે. દલ કરતા દેશનું હીત હોવું જોઇએ. ભાજપનો અહંકાર છે કે સાચું બોલવા દેવામાં આવતુ નથી. બંધારણ ખતરામાં છે, અર્થ તંત્ર નબળુ પડયુ છે, ત્‍યારે લોકતંત્રને બચાવવા વિપક્ષો એકઠા થયા છે. વિપક્ષો દ્વારા જનતાના આર્શીવાદથી સારી સરકાર આવનાર છે. ઇન્‍ડીયા ગઠબંધની મોદીજી ડરી ગયા છે. ભાજપને નાના-નાના પક્ષો સાથે બેસવાની નોબત આવી છે.

People will not be misled by reducing LPG prices: BJP government will not come again: Shakitsinh Gohil

સત્તા જવાનો વારો આવ્‍યો છે ત્‍યારે મીમીક દ્વારા મુદ્દા ઉપરથી ધ્‍યાન હટાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ પ્રદેશ અધ્‍યક્ષ શકિતસિંહજીએ આકરા પ્રહાર કરતા જણાવેલ કે, મોંઘવારી, અર્થતંત્ર અને ચીને પચાવેલ જમીન ઉપર ચર્ચા ન થાય તે માટે નોન ઇસ્‍યુને ઇસ્‍યુ બનાવી બહેસ થાય તે અંગેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે ઉમેર્યુ હતું કે, કોંગ્રેસની કેન્‍દ્ર સરકાર દરમિયાન આંતરરાષ્‍ટ્રીય બજારમાં એલપીજીની કિંમત વધુ હોવા છતાં ગેસનો બાટલો રૂા. ૪૧પ આસપાસ મળતો હતો. જયારે હાલ એલપીજીની કિંમત ઇન્‍ટરનેશનલ લેવલે ઘટતા બાટલાનો ભાવ ૧૧૦૦ને આંબી ગયો છે. ભાજપે ચૂંટણી આવતા ગેસના બાટલામાં  રૂા. ર૦૦ નો ઘટાડો કર્યો છે, પણ ૪૦૦ થી ૧૧૦૦ સુધી ભાવ લઇ ગયા બાદ ભાવ ઘટાડવાથી જનતાને ગેરમાર્ગે ન દોરી શકે તેમ અંતમાં શકિતસિંહ ગોહીલે જણાવ્‍યું હતું.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!