Gujarat
મોરારીબાપુ દ્વારા હિમાચલ પ્રદેશમાં થયેલી તારાજીને પહોંચી વળવા અપાયુ દાન, સેવા ભારતી સંસ્થાને 25 લાખ અર્પણ કરાયા
કુવાડીયા
મોરારીબાપુની સંવેદના રૂપે ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ તલગાજરડા દ્વારા હિમાચલ પ્રદેશમાં સેવાનું અદભુત કાર્ય કરી રહેલી સેવા ભારતી સંસ્થા દ્વારા રુપિયા 25 લાખનું અનુદાન મોકલવામાં આવ્યું છે. આ સંસ્થા હિમાચલ પ્રદેશમાં માનવસેવા અને માનવીય મૂલ્યોના કાર્યને વરેલી છે. સેવા ભારતી સંસ્થા દ્વારા હિમાચલ પ્રદેશના દુર દૂરના વિસ્તારોમાં સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાય મહિનાઓથી હિમાચલ પ્રદેશમાં અતિવૃષ્ટિને કારણે જાન-માલનું ભયંકર નુકસાન થયુ છે. સતત વરસેલા વરસાદને કારણે અનેક લોકોના મોત થયા છે. એટલુ જ નહીં અનેક પશુઓના પણ મોત થયા છે. ભૂસ્ખલન જેવી પરિસ્થિતિને કારણે લોકોના માલ-સામાનને નુકસાન થયુ છે. તો લોકોને રહેવા માટે પણ વિકટ સ્થિતિ ઊભી થઇ છે. એક અંદાજ પ્રમાણે અત્યાર સુધીમાં માત્ર હિમાચલ પ્રદેશમાં જ 72,000 કરોડ રૂપિયા જેટલું નુકસાન થયુ છે.લોકોને હજુ પણ રહેવાની અને ખોરાકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
ગત જુલાઈ માસમાં બાપુએ અમેરિકાના બોસ્ટનમાં કથા કરી હતી અને એ સમયે પૂજય મોરારીબાપુએ રામકથાના શ્રોતાઓના સહયોગ વડે હિમાચલ પ્રદેશ અને ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં પ્રાકૃતિક આપદા આવી હતી તે માટે રૂપિયા 25 લાખનું અનુદાનની જાહેરાત કરી હતી. મોરારીબાપુની સંવેદના રૂપે ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ તલગાજરડા દ્વારા હિમાચલ પ્રદેશમાં સેવાનું અદભુત કાર્ય કરી રહેલી સેવા ભારતી સંસ્થા દ્વારા રુપિયા 25 લાખનું અનુદાન મોકલવામાં આવ્યું છે.આ સંસ્થા હિમાચલ પ્રદેશમાં માનવસેવા અને માનવીય મૂલ્યોના કાર્યને વરેલી છે. સેવા ભારતી સંસ્થા દ્વારા હિમાચલ પ્રદેશના દુર દૂરના વિસ્તારોમાં સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. તેમાં આ દાન રાશિ અર્પણ કરવામાં આવી છે. આ રાશિ અર્પણ કરવા બદલ સેવા ભારતી સંસ્થાએ આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે પૂજ્ય મોરારીબાપુ કોઈ પણ આપદા હોય ત્યારે લોકો સાથે ઉભા રહે છે અને પોતાનાથી બનતી મદદ પુરી પાડે છે. જેથી લોકોને સમસ્યાઓનો સામનો કરવામાં મદદ મળી રહે.ત્યારે તેમની આ પ્રવૃત્તિમાં વધુ એક મદદ કરવાનું મોર પિચ્છ ઉમેરાયું છે. હિમાચલના લોકોને મદદ પુરી પાડવાનું તેમનું આ એક ઉત્તમ કાર્ય ગણી શકાય.