Bhavnagar
જગ વિખ્યાત પ્રસિદ્ધ રાજપરા ખોડિયાર મંદિર તરફ જવાના બદતર રોડથી રાહદારીઓ ત્રાહિમામ
પવાર
પવિત્ર અને વિખ્યાત ધામ એવા ખોડિયાર રાજપરા હાઇવે થી આશરે એક કિલોમીટર થી વધુ રોડ સાવ ભંગાર હાલતમાં હોઈ જો કે પગપાળા જનાર પદયાત્રીઓ,તેમજ બાધા, માનતા વાળા ઓ પણ ચાલી ન શકે એવી હાલતમાં રોડ હોઈ આ રોડ તાકીદે નવો બનાવવા લોક માંગ ઉઠવા પામી છે, ભાવનગર થી રાજકોટ હાઇવે ઉપર આવેલું આ મંદિર ખરેખર જગ વિખ્યાત હોઈ શ્રધ્ધાળુઓ અહીં કાયમી અને મોટા પ્રમાણમાં દર્શનાર્થે આવતા હોય ત્યારે આ બાબત તંત્રને પણ વારંવાર રજૂઆતો કરતાં પરીણામ શૂન્ય જોવા મળી રહ્યું છે.
જો કે અહીં છાશવારે અકસ્માતો થતાં હોય છે કારણકે ખોડીયાર મંદિર થી લઈ ભડલી ગામ જવા ના રસ્તાઓ ઉપર ભડીયા ઓ આવેલ છે અને લોડીંગ વાહનો ને લઈ રોડ ની હાલત ખરાબ છે તેમજ આ ખોડીયાર મંદિર ખાતે કેન્દ્ર સરકાર કે ગુજરાત રાજ્ય સરકાર ના મંત્રીઓ ,રાજકીય પક્ષો ના નેતાઓ ,ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓ આ સ્થળે દર્શને આવતા જતા હોય છે તેમ છતાં સરકાર/ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેમ લાગી રહ્યુ છે આ બિસમાર રોડનું કામ ટુંક સમયમાં થાય એવો લોકો ઇચ્છી રહ્યાં છે