Bhavnagar
પૂ.શ્રી દયારગીરીબાપુ પ્રેરિત સર્વેશ્વર મહાદેવ ધામમાં લઘુરુદ્રનું આયોજન
દર્શન જોષી
શ્રાવણ માસ વિશેષ
સર્વેશ્વર મહાદેવ ખાતે વિશેષ મહત્વ ધરાવતા પારદ શિવલિંગના દર્શનનો પણ અનેરો લ્હાવો છે
હાલ શ્રાવણ માસ શરૂ છે ત્યારે સિહોર સહિત પંથકમાં શિવ મંદિરો માં દર્શન આરતી પાઠ પૂજા સહિતના વિવિધ ભક્તિભય કાર્યક્રમો ના આયોજનો થઈ રહ્યા છે. ભાવનગર પંથકમાં પણ અનેક પૌરાણિક શિવમંદિર આવેલા છે. ત્યારે આજે શ્રાવણ માસ વિશેષ નિમિતે ભાવનગર ના સીદસર રોડ ઉપર આવેલ પૂ.દયાગીરીબાપુ દ્વારા પ્રેરિત સર્વેશ્વર ધામમાં આવેલ સર્વેશ્વર મહાદેવના વિશેષ દર્શનનો લાભ લઈએ. સર્વેશ્વર મહાદેવ ખાતે આખા શ્રાવણ માસ દરમિયાન મહાદેવને અલગ અલગ રૂપો થી શણગારી આંગી કરવામાં આવે છે
સાથે જ દીપમાળા ના દર્શન પણ અહીં હરરોજ થાય છે. વિશેષમાં અહીં દર્શન માટે જેનું અતિ મહત્વ છે તેવા પારદ શિવલિંગ ના દર્શન નો અનેરો લહાવો લેવા ભક્તજનો શ્રવણ માસ દરમિયાન ઉમટી પડે છે. અહીં પારદ શિવલિંગ છે જેનો વજન ૧૫૧ કિલો છે. આ શિવલિંગ ના દર્શન અને પૂજન નો શાસ્ત્રો માં વિશેષ મહત્વ કહેવામાં આવ્યું છે. આ સાથે જ સર્વેશ્વર મહાદેવ ખાતે આગામી તા.૧૦/૦૯/૨૦૨૩ ના વદ અગિયારસ ને રવિવારે સવારે ૮ થી ૧ કલાક દરમિયાન લઘુરુદ્ર નું ભવ્ય આયોજન કરેલ છે. તો ભવિકભક્તોને દર્શન તેમજ લઘુરુદ્ર નો લાભ લેવા સર્વેશ્વર ધામ દ્વારા આમંત્રણ છે.