Connect with us

Sihor

સિહોરના ટાણા ચોકડીથી મઢી સુધીના માર્ગમાં કથિત ભ્રષ્ટાચાર મામલે તંત્રના તપાસના આદેશ

Published

on

Order of inquiry into the alleged corruption on the road from Tana Chowkdi to Mardi in Sihore

Pvar

9 મેં ના રોજ શંખનાદના અહેવાલો બાદ રોડ વિભાગના કાર્યપાલ ઇજનેર પટેલનું મોટું નિવેદન, કહ્યું સમગ્ર મામલે તપાસ થશે, રિપીટ અંગેની કાર્યવાહી પણ કરાશે, પાંચ માસમાં રોડ તૂટી જાય તેવું માનવામાં આવતું નથી

ભ્રષ્ટાચારનો ભોરીંગ રાજ્ય અને દેશમાં એવો તો ફેલાયો છે કે સવાર પડે અને એક નવો ભ્રષ્ટાચાર સામે આવે છે પરંતુ કહેવાતા ભ્રષ્ટાચાર અંગે કેવી તપાસ અને કાર્યવાહી કરવામાં આવે છે તેનો કોઈ અંદાજ જનતા લગાવી નથી શકતી અને આખરે પ્રજાના જ રૂ.નું પાણી થઇ જાય છે અને કથિત ભ્રષ્ટાચારીઓ પોતાના ગજવા ભરી માલામાલ થઇ જાય છે ત્યારે આવો જ એક ભ્રષ્ટાચાર સિહોરમાં સામે આવ્યો છે જેમાં ટાણા ચોકડી થી મઢી સુધીનો આર.સી.સી રોડ પાંચ માસ પહેલા રૂ.૧.૫૭ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો પરંતુ માત્ર પાંચ માસના ટૂંકા ગાળામાં આં માર્ગની હાલત દયનીય બની છે.

Order of inquiry into the alleged corruption on the road from Tana Chowkdi to Mardi in Sihore

આર.સી.સી નું ઉપરનું પડ માર્ગના અનેક ભાગોમાં નીકળી ગયું છે તેમજ કપચી સિમેન્ટમાંથી બહાર નીકળી ગયેલી નજરે પડી રહી છે. જેથી હાલ આ માર્ગ પરથી પસાર થતા વાહનોને ફરી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માત્ર પાંચ માસમાં આ માર્ગ ખખડધજ થઇ જતા સિહોર વાસીઓમાં રોષ છવાયો છે જ અંગે શંખનાદ દ્વારા 9મેં ના રોજ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો આ કથિત ભ્રષ્ટાચાર અંગે આર & બી વિભાગના કાર્યપાલક ઇજનેર ને પૂછતાં તેમણે આ રોડ કામગીરીમાં ભ્રષ્ટાચાર થયા અને તેમાં રીપોર્ટ કરી તપાસ અંગે કાર્યવાહી હાથ ધરી છે.

Order of inquiry into the alleged corruption on the road from Tana Chowkdi to Mardi in Sihore

જેમાં આ રોડ બનાવનાર કન્ટ્રકશન કંપની દ્વારા આ માર્ગની મરમ્મત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું રોડ માત્ર પાંચ માસમાં ખરાબ થવા અંગેના કારણો માનવામાં નથી. આર.સી.સી રોડ માત્ર પાંચ માસમાં તૂટી જાય આ વાત ગળે ઉતરતી નથી. રોડ બનાવનાર કંપની આ રોડ પર કરશે રીપેરીંગ તેવું તેઓએ કહ્યું હતું.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!