Connect with us

Travel

દુનિયાના આ રંગબેરંગી સ્થળોએ એકવાર તો લાઇફમાં જવું જ જોઇએ

Published

on

One must go to these colorful places of the world once in a lifetime

આ દુનિયા ઘણી વધારે જ સુંદર છે, આ સુંદર દુનિયાને દરેક વ્યક્તિએ જોવી જોઇએ. પરંતુ પ્રવાસના શોખીન વ્યક્તિઓને એ ખબર જ નથી હોતી કે દુનિયાના કયા કયા સ્થળોની મુલાકાત લેવી જોઇએ. ખરેખર આ સ્થળોને જોઇને આપ ચોક્કસ બોલી ઊઠશો કે Wow!

જે સ્થળોની અમે વાત કરી રહ્યા છીએ, તે અંગે વાંચીને અને ત્યાના નજારા જોઇને આપ નિશ્ચિતપણે આપનું મન પણ ત્યાં જ જવાનું નક્કી કરશે. અમારો દાવો છે કારણ કે જેને કુદરત ખુદ શૃંગારે તેમાં સુંદરતા ના હોય તેવું કેવી રીતે બની શકે છે. આવો પ્રકૃતિની આ ભેંટ અંગે વાત કરીએ.

જયપુર

ભારતના જયપુરને પિંક સિટી કહેવામાં આવે છે. જ્યાં મોટાભાગની ઇમારતો ગુલાબી રંગની છે. આ રંગમાં આવીને પણ આપને અનેરો આનંદ મળશે.

ટૂલીપ ફીલ્ડ, હોલેન્ડ

Advertisement

હોલેન્ડના ટૂલીપ ફીલ્ડમાં આપને રંગબેરંગી પટ્ટીઓ જોવા મળશે, જેમાં વચ્ચે સફેદ રંગની ચોકોર પટ્ટીઓ જોવા મળશે.

One must go to these colorful places of the world once in a lifetime

ગ્રેટ બેરિયર રીફ, ઓસ્ટ્રેલિયા

સમુદ્રની અંદર લાલ પીળા વાદળી રંગના છોડાવાઓની હારમાળા જોવા મળશે છે, જેમાં રંગબેરંગી માછલીઓની સાથે આ નજારાઓને જોવા માટે લોકો દુર દુરથી આવે છે. આ નજારાઓને આપ ઘણી હિન્દી ફિલ્મોમાં પણ જોઇ શકો છો.

લ્યોપિંગ ચાઇના

આ સ્થળ ગ્લોડેન સમંદરના નામે પણ જાણીતું છે, જેમાં વચ્ચે-વચ્ચે કાળી રેતના ટાપુ તેને વધારે સુંદર બનાવે છે.

Advertisement

શીબાઝાકુરા હિલ

સ્પ્રિંગ સીઝનમાં આખી ધરતી ગુલાબી થઇ જાય છે અને વાતાવરણમાં પ્રસરાવી ફેલાવી દે છે, આ સહેલાણીઓનું પ્રિય પ્રવાસન સ્થળ છે.

THE LAKE that turns ANIMALS into STONE - Res Humana

લેક નેટ્રો, તંજાનિયા

તંજાનિયાનું આ સ્થળ અનોખુ છે, આ લેકનું પાણી સોલ્ટી અને સોડા કહેવામાં આવે છે કારણ કે આ લાલ અને સંતરી રંગોમાં વહેચાયેલ છે.

લવેંડર ફીલ્ડ, ફ્રાંસ

Advertisement

ગરમીની સીઝનમાં લવેંડર ફીલ્ડ સંપૂર્ણ રીતે જાંબલી રંગમાં ફેરવાઇ જાય છે. જેને જોયા બાદ આપની આંખો ખુલીને ખુલી રહી જશે. નેચરના આ અદભુત ભેંટને ચોક્કસ જોવી જોઇએ.

પ્રોસિડા, ઇટલી

ઇટલી દેશના આ સુંદર શહેરને આપે ચોકકસ જોવું જોઇએ, કારણ કે આ શહેરમાં આપને ખૂબ જ રંગબેરંગી નાના શહેર જોવા મળી જશે. એટલા માટે હંમેશા તેને જોવા માટે લોકો ભારે સંખ્યામાં અત્રે ઊમટી પડે છે.

કૈન ક્રિસ્ટલ્સ રીવર, કોલંબિયા

કોલંબિયાની આ નદીને કુદરતે પોતાના બે હાથોથી જાણે શણગારી હોય, અત્રે આપને પાંચ કલર દેખાય છે, ક્યારેક આપને નદી લાલ, તો ક્યારે સફેદ દેખાશે. આ નદીની ચારેય તરફ દુર્લભ જાતીના જાડવાઓ દેખાય છે. તેની રેતથી એક મોહક ખુશબુ પણ આવે છે.

Advertisement

 

error: Content is protected !!