Connect with us

Travel

આ છે દુનિયાના 10 સૌથી ખતરનાક ટૂરિસ્ટ પ્લેસ, અહીંયા જતા પહેલા લોકો વિચાર કરે છે

Published

on

 10 most dangerous tourist places in the world

દુનિયા સુંદર સ્થળો અને નયનરમ્ય સ્થળોથી ભરપૂર છે પણ આ દુનિયા પર કેટલાક ખતરનાક ટૂરિસ્ટ પ્લેસ છે. ચાલો જાણીએ તે ખતરનાક ટૂરિસ્ટ પ્લેસ છે, જ્યાં જતા પહેલા લોકો 100 વાર વિચારે છે.

સ્કેલેટન કોસ્ટ – આ સ્થળ દક્ષિણ આફ્રિકાના નામીબિયામાં આવેલુ છે. તે ખરેખર ડરામણુ ટૂરિસ્ટ પ્લેસ છે ત્યા તમને કંકાલ અને હાડકાઓ મોટી માત્રામાં જોવા મળશે.

માઉન્ટ વોશિંગટન – આ સ્થળ અમેરિકામાં આવેલુ છે. ત્યા વિશ્વની સૌથી ઝડપી હવા ચાલે છે. ત્યા 203 કિમી પ્રતિ ક્લાકની ઝડપથી હવા ચાલે છે જે એક વિશ્વ રેકોર્ડ પણ છે. ત્યા લોકો ઉભા પણ નથી રહી શકતા.

નોર્થ સેન્ટિનલ ટાપુ – આ ટાપુ ભારતના અંડમાનમાં આવેલુ છે. ત્યાના લોકો ખુબ ખતરનાક છે. તેઓ આ ટાપુ પર આવનારા લોકોને મારી નાંખે છે. તેના કારણે અહીં કોઈ વિકાસ કાર્યો પણ નથી થયા.

નેટ્રોન તળાવ – આ તળાવ ઉત્તરી તંજાનિયામાં આવેલુ છે. ત્યાનું પાણી કાચની જેવું લાગે છે. આ પાણી પર કોઈ પક્ષી બેસે તો તે બળી જાય છે. આ ખતરનાક તળાવમાંથી એક છે. ત્યા જતા પહેલા લોકોને સાવચેતી પણ આપવામાં આવે છે.

Advertisement

Tourists Attractions That Would Be Too Dangerous-Tripbeam

ડાનાકિલ ડેજર્ટ – આ સ્થળ આફ્રિકાના ઈથોડિયામાં આવેલ છે. તેને વિશ્વની સૌથી ગરમ જગ્યા માનવામાં આવે છે. આ જગ્યા કોઈ બીજા ગ્રહ જેવી લાગે છે. અહીંની ઘણી વસ્તુઓ પીળા રંગની દેખાય છે. આ જગ્યા પરથી એક મહિલાનું કંકાલ પણ મળ્યુ હતુ, જે 3.2 લાખ વર્ષ જૂનુ હતુ.

સ્કિલિગ માઈકલ માઉન્ટેન – આ સ્થળ આયરલેન્ડમાં આવેલ છે. તે દેખાવમાં પણ ખતરનાક છે. તે ખરાબ હવામાન અને ભૂસ્ખલનને કારણે વધારે ખતરનાક છે. અહીં મર્યાદિત માત્રામાં લોકોને જવાની પરવાનગી આપવામાં આવે છે.

ઓમ્યાકોન – આ રુસના પૂર્વી સાઈબેરિયામાં સ્થિત છે. અહીં હાડકા થીજવી દેતી વિશ્વની સૌથી વધારે ઠંડી પડે છે

સ્નેક આઈલેન્ડ – આ ખતરનાક આઈલેન્ડ બ્રાઝિલમાં આવેલ છે. ત્યા વિશ્વની સૌથી વધારે પ્રજાતિવાળા સાપ જોવા મળે છે. તે સાપ ખુબ ઝેરિલા હોય છે.

ડેથ વેલી નેશનલ પાર્ક – તે અમેરિકાના નેવાદા અને કેલિફોર્નિયા વચ્ચે આવેલુ છે. ત્યાના કેટલાક પહાડો આપો આપો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા રહે છે. ત્યાના આકાશમાં રાત્રે વિચિત્ર ઘટનાઓ પણ બને છે. ત્યાનું તાપમાન પણ વધારે હોય છે.

Advertisement

હવાઈ દ્વીપસમૂહનો જ્વાળામુખી – આ સ્થળ અમેરિકામાં આવેલુ છે, અહી ચારે તરફ એક્ટિવ જવાળામુખી છે. આ સ્થળ ખુબ ડરામણુ છે.

error: Content is protected !!