Connect with us

Talaja

હવે ડમી એડવોકેટ-પીટીશન રાઇટર કૌભાંડ : હાઇકોર્ટને રજૂઆત

Published

on

Now Dummy Advocate-Petition Writer Scam : Submission to High Court

પવાર

તળાજામાં બે ડઝન શખ્સોનો મામલતદાર કચેરી અને કોર્ટ બહાર અડીંગો : વકીલના નકલી ઓળખકાર્ડ પર ધંધો, વહીવટ કરતા હોવાનો વકીલ મંડળનો આરોપ

તળાજા ની મામલતદાર, ડે.કલેકટર અને કોર્ટ કચેરી નજીક અનેક દુકાનો એવી છે જેમાં વ્યવસાય કરનાર લોકો વકીલ ન હોવા છતાંય પોતાની ઓળખ વકીલ તરીકે કે પિટિશન રાઇટર તરીકે આપી ને અરજદારો પાસે થી મોટી રકમ પડાવતા હોવાનો આરોપ લગાવતી ફરિયાદ તળાજા ના વકીલ મંડળ ના પ્રમુખ દ્વારા સ્થાનિક પ્રસાશન થી લઇ ને રાજ્યની વડી અદાલત સુધી કરી છે. જેને તળાજા વકીલ મંડળ દ્વારા શોશિયલ મીડિયામાં પણ વહેતી કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. રાજ્યના સૌથી મોટા ડમી પરીક્ષાર્થી કાંડ મા તળાજા ના ઈસમો ના સૌથી વધુ નામો ખુલી રહ્યા છે.

Now Dummy Advocate-Petition Writer Scam : Submission to High Court

ત્યારે તળાજા ના વકીલ મંડળે ડમી વકીલ અને પિટિશન રાઈટર બની બેઠેલા લોકો સામે ફરિયાદ કરી છે.પાચ પેજ પર લખેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો છેકે અહીંની મામલતદાર અને કોર્ટ કચેરી નજીક આવેલ દુકાનોમાં આશરે 24 થી વધુ વ્યક્તિઓ દ્વારા પોતાની એડવોકેટ તરીકે ખોટી ઓળખ આપી ખોટા નામે લોકોને વિશ્વાસ મા છેતરવાનો ધંધો કરે છે. પિટિશન રાઈટર તરીકે ની ઓળખ પણ ખોટી આપે છે. અમુક વ્યકિતએ તો પોતે વકીલ ન હોવા છતાંય વકીલ તરીકે ના ખોટા કાર્ડ પણ છપાવેલ છે.એટલુજ નહિ સરકારી કર્મચારી હોવાનો અમુક લાભ લઈ રહ્યા છે.અરજદાર ને હેરાન પરેશાન કરવાનો પણ આરોપ લગાવ્યો છે.આરોપ એવો પણ લગાવ્યો છેકે કોર્ટ ને લગતી તમામ કામગીરી કરવામાં આવશે તેવા બોર્ડ મારવામાં આવ્યા છે.એડવોકેટ કે પિટિશન રાઈટર ન હોવા છતાંય વિશ્વાસમાં લઈ વિશ્ર્વાસઘાત કરી રહ્યા છે.વકીલ ના નામ ઉપર ખુબજ મોટા પ્રમાણમાં રકમ લ્યે છે.

સનસનીખેજ આરોપો

Advertisement

તળાજા વકીલ મંડળના પ્રમુખ ભરત પાઠકે પાંચ પાના ને લખેલા પત્રમાં એવો પણ આરોપ લગાવ્યો છે કે કોર્ટમાં ડેપ્યુટી કલેક્ટર કચેરીમાં મામલતદાર ઓફિસમાં આંટા મારીને કહે છે કે મામલતદાર કલેક્ટર કોર્ટના ન્યાયાધીશો અને તેઓના સ્ટાફ સાથે સારા સંબંધો હોવાથી તેની સાથે વહીવટ કરવા પડશે તેમ જણાવી મોટી રકમ લોકો પાસેથી પડાવવાનો ધંધો કરે છે જે વકીલોની એક પ્રતિષ્ઠા ઉપર પાણી ફેરવે છે. તેમજ સ્ટેમ્પ લાયસન્સ ધરાવનાર વધુ રકમ પડાવે છે.

Continue Reading
Advertisement
error: Content is protected !!