Bhavnagar
ભાવનગર બોટાદ અને સુરેન્દ્રનગરના કુખ્યાત આરોપીઓને LCBએ ઝડપી પાડ્યા, ગુજસીટોક એક્ટ મુજબ કાર્યવાહી
રઘુવીર
ભાવનગર સુરેન્દ્રનગર અને બોટાદ જેવા જિલ્લાઓમાં લૂંટ, ખંડણી અને હત્યા સહિતના ગંભીર ગુનાઓને અંજામ આપનારી ટોળકીને બોટાદ LCBની ટીમે ઝડપી પાડી છે અને આ ટોળકીના 30થી વધુ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આ મામલે હથિયાર થકી આતંક મચાવી લોકોમાં ડરનો માહોલ ઉભી કરતી ટોળકી સામે પોલીસે ગુજસીટોક એક્ટ હેઠળ કાર્યવાહી હાથધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બોટાદ LCBના પોલીસ ઈન્સ્પેકટર ટી. એસ. રીઝવીની ટીમને બાતમી મળી હતી કે, મહાવીર સિંઘવ નામનો વ્યક્તિ પોતાની ટોળકી સાથે છેલ્લા ઘણા સમયથી સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદમાં ખંડણી, હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટ સહિત 30 જેટલા ગુનાઓ અચારનારી બોટાદમાં રહે છે. આ બાતમીના અધારે LCBને ટીમે વોચ ગોઠવી ટોળકીના મુખ્ય સૂત્રધાર મહાવીર સિંધવ અને તેના સાગરિતોને ઝડપી પાડ્યા છે. આ ટોળકી ટીમ બનાવી ઓર્ગનાઈઝડ ક્રાઈમ કરતાં હતા. ઘણા સમયથી પોલીસ તેમની શોધી રહી હતી, પરંતુ આ ટોળકી પોલીસને પણ ચકમો આપી નાસી છુટવા સફળ રહેતી હતી.
હાલ આ ટોળકીના 5 જેટલા આરોપીઓની બોટાદ LCBએ ધરપકડ કરી છે. તેમની સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ ગુનેગારોમાં પોલીસનો ખોફ બેસે તે માટે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. મુખ્ય આરોપી મહાવીર સિંઘવ જે મૂળ સુરેન્દ્રનગરનો રહેવાસી છે તેની સામે લૂંટ, અપહરણ અને આર્મ્સ એકટ સહિત કુલ 13 જેટલા ગુનાઓ પોલીસે ચોપડે નોંધયેલા છે, ભરત કમેજળીયા જેની સામે મારામારીના 4 જેટલા ગુના નોંધયેલા છે. જાવેદ ઉર્ફે ટકો ડોન જેની સામે મારામારી અને પ્રોહિબિશન સહિત 7 જેટલા ગુના નોંધયેલા છે. મયુરસિંહ ડોડિયા જેની સામે હત્યાના પ્રયાસો, લૂટ અને અપહરણના 4 ગુના નોંધયેલા છે. રોશન શર્મા જેની સામે હત્યાનો પ્રયાસ, લૂંટ અને અપહરણ સહિત 4 ગુનાઓ નોંધયેલા છે. આમ આખી ટોળકી સામે 30થી વધુ ગંભીર ગુના નોંધયેલા છે, જે તમામ આરોપીઓને પોલીસે પકડીને જેલના હવાલે કર્યા છે.