Bhavnagar
ભાવનગર : નદીમાં તણાતા બાળકને વિરાંગનાએ બચાવ્યો

પવાર
દર્શનાબેનને બે કિલો વજન ઉચકવાની પણ મનાઇ હતી છતાં જીવનાં જોખમે 25 કિલોનાં બાળકને બચાવ્યો
ભાવનગર જિલ્લાના ગંગાસતીના સમઢીયાળા ખાતે નદીમાં કૂદીને એક મહિલાએ બાળકને બચાવ્યો તેનો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. તે મહિલા ભાવનગરના એરપોર્ટ રોડ ઉપર દર્શનાબેન રહેતા નવનીતભાઈ રાઠોડ છે. તેઓ પુરુષોત્તમ મહિનાના દર્શન નિમિત્તે ત્યાં યાત્રાએ ગયા હતા અને એક બાળકને ડૂબતો જોઈને પાણીમાં કૂદી પડ્યા હતા. દર્શનાબેનની ઉંમર 40 વર્ષ છે અને તેમને વાલ્વની, હોજરીની બીમારીઓ અને ઓપરેશનને કારણે ડોક્ટરે 2 કિલોનું વજન ઊંચકવાની પણ સ્પષ્ટ મનાઈ ફરમાવેલી હતી, છતાં પણ આ બાળકને ડૂબતો જોઈને તેને બચાવવા કુદી પડ્યા હતા. તેમણે વાતચીતમાં જણાવ્યું કે ભાવનગર શહેરના એરપોર્ટ રોડબાલા હનુમાનજીની અમારી સત્સંગ મંડળીના 50 બહેનો સાથે ગયા હતા.
હનુમાનજીની શ્રદ્ધાને કારણે જ હું તે બાળક સ્નેહને બચાવી શકી છું.મને થોડું ઘણું તરતા આવડતું હતું પરંતુ છેલ્લા 10 વર્ષ પહેલાં તરવાનું બન્યું ન હતું.ત્યાર પછી અચાનક આ બાળકને જોઈને મારામાં હિંમત આવી ગઈ હતી. અને નદીમાં ઝંપલાવ્યું હતું. જે બાળકને બચાવવામાં આવ્યો છે તે તેની સોસાયટીમાં રહેતા પાડોશી નો પુત્ર હોવાનું દર્શના બેને જણાવ્યું છે. આમ ડોક્ટરે વજન ઉચકવાની ના પાડવા છતાં આ જાંબાજ મહિલાએ એ બીજાના બાળકને પણ જીવના જોખમે બચાવી લીધો છે. ભાવનગર ના દર્શનાબેન રાઠોડનું વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવેલ છે .અને રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પણ સંસ્થા દ્વારા રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.