Connect with us

Sihor

સિહોરમાં સુરક્ષા અને કાયદો વ્‍યવસ્‍થાને લઇ કોઇ બાંધછોડ નહિ ; ડીવાયએસપી મિહિર બારૈયા

Published

on

No compromise on security and law and order in Sihore; Dysp Mihir Baraiah

મિલન કુવાડિયા

ડીવાયએસપી મિહિર બારૈયાની હાજરીમાં સિહોર શહેરમાં પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ હાથ ધરાયું ; હોળી-ધુળેટીના તહેવારને લઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પેટ્રોલિંગનું આયોજન

સિહોર શહેરમાં હોળી ધુળેટીના તહેવાર નિમિત્તે કોઈ અનિચ્છીય બનાવો ન બને તેને ઘ્યાને રાખી સિહોર પોલીસ દ્વારા વિવિધ બજારમાં સધન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. હોળી-ધુળેટીના તહેવારોને ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે શહેરમાં કાયદો, વ્યવસ્થા અને કોઇ અનિચ્છીય બનાવો ના બને તેને ધ્યાને રાખી પાલીતાણા ડીવાયએસપી મિહિર બારૈયા, સિહોર પીઆઇ ભરવાડ, પીએસઆઈ ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડ જવાન સહિતનો પોલીસ કાફલો શહેરના મુખ્ય માર્ગ પરથી વિવિધ બજારોમાં નિકળી ટ્રાફીક સમસ્યા તેમજ લોકોની સલામતી અને કોઇ મુશ્કેલીઓ લોકોને ન પડે તેથી બજારના વિવિધ વિસ્તારોમાં ફુટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

No compromise on security and law and order in Sihore; Dysp Mihir Baraiah

શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા નિવારવા અને હોળી અને ધુળેટી પર્વને લઈને શહેરમાં ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે પાલીતાણા ડીવાયએસપી અને સિહોર પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો ઉપર ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. દુકાનદારોને દુકાન બહાર દબાણ ન કરવા અને વાહન ચાલકોને ટ્રાફિકને નડતર રૂપ વાહનો પાર્ક ન કરવા અંગે જાગૃત કરવા આવ્યા હતા. સિહોર જ નહીં પાલીતાણા, સહિત ગારીયાધાર, ઉમરાળા, વલ્લભીપુરમાં સુરક્ષા અને કાયદો-વ્‍યવસ્‍થાને લઇ કોઇ પ્રકારની બાંધછોડ કારણે નહિ તેમ સ્‍પષ્‍ટપણો અને આકારા શબ્‍દોમાં ડીવાયએસપી મિહિર ચાવડાએ જણાવ્‍યું હતું. વધુમાં કહ્યું હતું કે, પાલીતાણા હેઠળનાં વિસ્‍તારોમાં કાયદો-વ્‍યવસ્‍થા તેમજ જાહેર સલામતીનાં મામલે કોઇપણ પ્રકારની કચાશ રાખવામાં આવશે. નહિ એટલુ જ નહિ કોઇપણ ચમરબંધી કે ગુનેગારને છોડવામાં આવશે નહિં તેવું તેઓએ જણાવ્યું હતું

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!