Connect with us

National

નકલી દવા મુદે કોઈ સમાધાન નહી : માંડવીયા

Published

on

No compromise on fake medicine issue: Mandaviya

કુવાડિયા

કફ સીરપ વિવાદમાં આરોગ્યમંત્રીની સ્પષ્ટ વાત : 71 કંપનીઓને નોટીસ : 18 યુનિટ બંધ કરાવાયા

ભારતીય કફ સીરપના કારણે વિશ્વના કેટલાક દેશોમાં બાળકોના થયેલા મૃત્યુ બાદ સરકારે આ પ્રકારે દવા ઉત્પાદન કરતી 71 કંપનીઓને નોટીસ ફટકારી છે અને 18 કંપનીઓના યુનિટ બંધ કરાવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાએ એક વાતચીતમાં જણાવ્યું કે ભારત નકલી દવાઓના મામલે કોઈ સમાધાન કરતુ નથી અને ખાસી રોકવા માટે જે કફ સીરપ ભારતમાં નિર્મિત થયા છે અને વિદેશમાં નિકાસ થયા છે તેના ગુણવતાની ચકાસણી માટે નવી સીસ્ટમ અમલી બનાવાઈ છે અને હાલ 71 કંપનીઓને તે અંગે નોટીસ અપાઈ છે જેમાં 18 કંપનીઓના યુનિટમાં ગુણવતા મુદે કોઈ ક્ષતિ હોવાનું જણાતા જ તેમના યુનિટ બંધ કરવા આદેશ આપી દેવાયા છે.

No compromise on fake medicine issue: Mandaviya

અને હાલ તે સીલ કરી દેવાયા છે. શ્રી માંડવીયાએ જણાવ્યું કે વિશ્વમાં ભારતીય દવાઓ સામે કેટલાક પ્રશ્ર્નો ઉભા થયા હતા અને ગામ્બીયામાં 49 બાળકોના મૃત્યુ થયા હોવાનું જાહેર થયું છે. વિશ્વ આરોગ્ય સંસ્થા મારફત અમોએ તપાસ કરાવી હતી પરંતુ કોઈ તથ્ય સામે આવ્યુ ન હતું છતાં પણ સરકારે તમામ કાળજી લીધી છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!