Connect with us

Bhavnagar

ગુજરાત ભાજપના નેતા ધવલ દવેએ ભાવનગરના યુવકના મૃતદેહને દિલ્લીથી લાવવાની વ્યવસ્થા કરી

Published

on

Gujarat BJP leader Dhaval Dave arranged to bring the body of the Bhavnagar youth from Delhi

કુવાડિયા

ગુરુગ્રામમાં હીટ એન્ડ રનમાં ભાવનગરના યુવકનું મોત થયું હતું, દિલ્લી નજીક બની હતી ઘટના, યુવકના મૃતદેહને ભાવનગર લાવવાની વ્યવસ્થામાં ધવલ દવેએ પરિવારને પૂરો સહકાર આપ્યોGujarat BJP leader Dhaval Dave arranged to bring the body of the Bhavnagar youth from Delhi

ગુરુગ્રામમાં સોમવારે રાત્રે હીટ એન્ડ રનની ઘટનામાં ભાવનગરના આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું હતું. ભાવનગરના વતની કમલેશ ખટ્ટરનાં યુવાન પુત્ર હર્ષ ખટ્ટરનું ગુરુગ્રામ દિલ્હી એનસીઆર વિસ્તારમાં કારની ટક્કર બાદ મોત થતાં ભાવનગરમાં તેના પરિવારજનો અને સિંધી સમાજ અને હર્ષના મિત્રવર્તુળમાં ભારે શોકની લાગણી છવાઇ ગઇ હતી. કારે ટક્કર મારતા બાઇક પર જઇ રહેલા બે યુવાનો ઓવરબ્રિજ પરથી નીચે પટકાયા હતા અને હેમરેજ થતા બન્નેના મોત નીપજ્યાં હતાં.આ અકસ્માત અંગે માહિતી આપતા નંદલાલ છતવાણીએ જણાવ્યું હતુ કે ગુરુગ્રામ દિલ્હી એનસીઆર વિસ્તારમાં ગઇ કાલે રાત્રે 12 કલાક આસપાસ હર્ષ અને તેનો મિત્ર બાઇક પર જઇ રહ્યાં હતા ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે ધસી આવતી કારના ચાલકે આ બાઇકને ટલ્લે ચડાવ્યા હતા અને આ ટક્કર એવી જોરદાર હતી કે ઓવરબ્રિજ જ્યાંથી આ બાઇક પસાર થઇ રહી હતી તે 50 ફૂટે નીચે ફંગોળાઇને પડી હતી. આથી બન્ને યુવાનોના મોત થયા હતા. હર્ષના પિતા કમલેશભાઇ ખટ્ટર મૂળ ઉનાના વતની છે અને કેટલાક વખતથી ભાવનગર શહેરમાં રૂવાપરી વિસ્તારમાં ખોડિયાર ફૂડ પ્રોડક્ટ અને ખોડિયાર બેકરી (જવાહર મેદાન) ચલાવે છે. હર્ષને બે ભાઇ યશ અને સુમિત છે. આ સમાચાર મળતા હર્ષના પરિવારજનો દિલ્હી જવા રવાના થયા હતા. આ અકસ્માત બાદ 23 વર્ષીય મૃતક હર્ષ ખટ્ટરને ગુરૂગ્રામના સેક્ટર 26, ડીએલએફ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એર એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદ, ભાવનગર વહેલી તકે સ્વજનોને મૃતદેહ મળે એ માટે દિલ્હીથી અમદાવાદ ડેડબોડીને ઈન્ડિગો એરલાઇન્સમાં લઈ આવવાની વ્યવસ્થા ગુજરાત ભાજપના નેતા ધવલ દવેએ પૂરો સહકાર આપી યુવકના મૃતદેહને દિલ્લીથી ભાવનગર લાવવાની વ્યવસ્થા કરી આપી હતી.

Continue Reading
Advertisement
error: Content is protected !!